Jamnagar News/ જેલમાંથી જીત્યા ‘ગુજસીટોક’ના આરોપીઓ! ભાજપના દબદબા વચ્ચે કોંગ્રેસનો સફાયો

Jamnagar મનપા ચૂંટણીમાં વોર્ડ 12 ના પરિણામોએ ચોંકાવ્યા છે. જેલમાંથી ગુજસીટોકના ૨ આરોપીઓ જીત્યા છે. કોંગ્રેસનો સફાયો થયો છે અને આમ આદમી પાર્ટીએ ખાતું ખોલ્યું છે.

Top Stories Gujarat Others
Jamnagar Municipal Corporation Election Result

Jamnagar Municipal Corporation Election Result: જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોએ સમગ્ર ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. એક તરફ ભાજપે પોતાનું એકચક્રી શાસન જાળવી રાખ્યું છે, તો બીજી તરફ વિપક્ષ તરીકે કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. જોકે, આ આખી ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા વોર્ડ નંબર 12 ના પરિણામોની થઈ રહી છે, જ્યાં ગુજસીટોક (GujCTOC) હેઠળ જેલવાસ ભોગવી રહેલા બે આરોપીઓએ શાનદાર જીત મેળવી છે.

જેલના સળિયા પાછળથી મેળવ્યો જનાદેશ

જામનગરના ઈતિહાસમાં આ કદાચ સૌથી અજીબ કિસ્સો છે, જ્યાં વોર્ડ નંબર 12 ની જનતાએ જેલમાં બંધ એવા બે ઉમેદવારો પર વિશ્વાસ મૂક્યો છે જેમના પર તંત્ર દ્વારા અગાઉ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. કોંગ્રેસના ઉમેદવાર અલ્તાફ ખફી, જે હાલ જેલવાસ ભોગવી રહ્યા છે અને જેમની ગેંગ સામે ચૂંટણી પહેલા જ તંત્રએ ગેરકાયદેસર ફાર્મ હાઉસ તથા દબાણો તોડી પાડવાની કાર્યવાહી કરી હતી, તેઓ આ બેઠક પર વિજયી બન્યા છે અને તેમની સાથે પૂર્વ કોર્પોરેટર સહારાબેન મકવાણા પણ જીત્યા છે. બીજી તરફ, અગાઉ કોંગ્રેસમાં રહેલા અને હવે આમ આદમી પાર્ટી તરફથી લડતા ઉમેદવાર અસલમ ખિલજી પણ જેલમાંથી જીતવામાં સફળ રહ્યા છે, જ્યારે તેમની સાથે એડવોકેટ જેનબબેન ખફી પણ વિજેતા થયા છે.

કોંગ્રેસનો ઐતિહાસિક પરાજય

જામનગરમાં કોંગ્રેસનો કિલ્લો ધ્વસ્ત થયો છે. 62 ઉમેદવારો સાથે મેદાનમાં ઉતરેલી કોંગ્રેસના 60 ઉમેદવારોની હાર થઈ છે. અગાઉ નોંધપાત્ર બેઠકો ધરાવતી કોંગ્રેસ હવે માત્ર 2 બેઠકો પર સીમિત થઈ ગઈ છે. ખુદ જામનગર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા પણ પોતાની સુરક્ષિત ગણાતી વોર્ડ નંબર 1 ની બેઠક બચાવી શક્યા નથી.

Jamnagarમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી

પક્ષપલટા અને આંતરિક ખેંચતાણ વચ્ચે પણ ‘આપ’ (AAP) જામનગરમાં પોતાનું ખાતું ખોલવામાં સફળ રહી છે. વોર્ડ નંબર 12 માં 2 બેઠકો અંકે કરીને આમ આદમી પાર્ટીએ રાજકીય મેદાનમાં પોતાની હાજરી નોંધાવી છે, જે આગામી સમયમાં નવા સમીકરણો તરફ ઈશારો કરે છે.

ભાજપનો ગઢ અકબંધ

આ તમામ ઉલટફેર વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ જામનગરમાં પોતાનું શાસન અકબંધ રાખ્યું છે. મોટાભાગની બેઠકો પર ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે, જે સાબિત કરે છે કે જામનગર હજુ પણ ભાજપનો મજબૂત કિલ્લો છે.


આ પણ વાંચો: વલસાડ જિલ્લામાં BJPનો જોરદાર દબદબો

આ પણ વાંચો: ભાજપનો 54 વર્ષ જૂનો અભેદ્ય ગઢ ‘ખાડિયા’ ધરાશાયી, કોંગ્રેસની આખી પેનલનો ક્લીન સ્વીપ

આ પણ વાંચો: આ પણ વાંચો: ગુજરાતમાં BJPનો દબદબો યથાવત, નોકરી છોડનારા IPS હાર્યા