Raja Raghuvanshi Murder Case Update 2026: મેઘાલયના શિલોંગમાં થયેલા ચર્ચિત રાજા રઘુવંશી હત્યાકાંડના કેસમાં મુખ્ય આરોપી સોનમ રઘુવંશીને શિલોંગ કોર્ટે 27 ફેબ્રુઆરી 2026 ના રોજ જામીન મંજૂર કર્યા છે. આ સમાચાર મળતા જ રાજાના ભાઈ વિપિન રઘુવંશીએ પોતાનું દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે, તેઓ ન્યાયની લડાઈમાં પૈસાના જોરે હારી ગયા છે.
શું છે રાજા રઘુવંશી હત્યાકાંડ? (Raja Raghuvanshi murder case)
આ મામલો હનીમૂન દરમિયાન પતિની હત્યા (Raja Raghuvanshi murder case) સાથે જોડાયેલો છે, જેની મુખ્ય વાતો નીચે મુજબ છે:
લગ્ન અને હનીમૂન: રાજા અને સોનમના લગ્ન 11 મે 2025 ના રોજ થયા હતા. તેઓ 20 મે 2025 ના રોજ હનીમૂન માટે મેઘાલય ગયા હતા.
હત્યા અને ધરપકડ: 23 મેના રોજ બંને ગુમ થયા અને 2 જૂને રાજાનો મૃતદેહ મળી આવ્યો હતો. સોનમે તેના પ્રેમી રાજ કુશવાહા સાથે મળીને રાજાની હત્યા કરી હોવાનો આક્ષેપ છે.
સરન્ડર: સોનમે યુપીના ગાઝીપુરમાં સરન્ડર કર્યું હતું અને 9 જૂન 2025 ના રોજ તેની ધરપકડ થઈ હતી. આ કેસમાં કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
પરિવારનો આકરો પ્રતિભાવ
રાજાના ભાઈ વિપિન રઘુવંશીએ (Raja Raghuvanshi murder case) મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે:
પૈસાનો પાવર: “મને લાગે છે કે અમે પૈસાના પાવર સામે હારી ગયા છીએ. સોનમના ભાઈએ મને વચન આપ્યું હતું કે તે સોનમને ક્યારેય જેલની બહાર નહીં આવવા દે, પણ આજે બધું બદલાઈ ગયું છે.”
જામીન રદ કરવાની માંગ: શિલોંગના DSP એ જામીનની પુષ્ટિ કરી છે. હવે પીડિત પરિવાર હાઈકોર્ટના દ્વાર ખખડાવશે અને સોનમના જામીન રદ કરવાની માંગ કરશે.
અન્ય આરોપી: સોનમના પ્રેમી રાજ કુશવાહાને હજુ જામીન મળ્યા નથી. આગામી 4 થી 5 દિવસમાં તેની જામીન અરજી પર સુનાવણી થઈ શકે છે.
આ પણ વાંચો:સોનમ લોકઅપમાં પણ કડક દેખરેખ હેઠળ : જેલમાં નવા કપડા મંગાવ્યા, ગેટઅપ બદલી નાંખ્યો
આ પણ વાંચો: સોનમ ઇન્દોરમાં આરોપી વિશાલ દ્વારા ભાડે લેવામાં આવેલા ફ્લેટમાં રોકાઈ હતી
આ પણ વાંચો:‘રાજા સાથે લગ્ન ગોઠવાયેલા હતા, મારી દીકરી નિર્દોષ છે’, સોનમ રઘુવંશીના પિતાનું મોટું નિવેદન
