Terror Attack/ શ્રીનગરમાં પોલીસ નાકા પાર્ટી પર આતંકી હુમલો, ASI મુસ્તાક અહેમદ શહીદ

ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ડૉક્ટરોએ ASI મુસ્તાક અહેમદને શહીદ જાહેર કર્યા હતા…

Top Stories India
Srinagar Terror Attack

Srinagar Terror Attack: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના લાલ બજાર વિસ્તારમાં સ્થિત પોલીસની નાકા પાર્ટી પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. હુમલામાં ASI શહીદ થયો છે જ્યારે બે ઘાયલ જવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. હુમલા બાદ આતંકીઓ ભાગી ગયા હતા. વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, પોલીસની ટીમ લાલ બજાર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારબાદ આતંકીઓએ ટીમ પર અચાનક હુમલો કર્યો. જવાનો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ આતંકીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આતંકી હુમલામાં ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા હતા. ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ડૉક્ટરોએ ASI મુસ્તાક અહેમદને શહીદ જાહેર કર્યા હતા.

બાકીના બે ઘાયલ જવાનોમાં હવાલદાર અને એસપીઓ સામેલ છે. બંનેની સારવાર ચાલી રહી છે. હુમલા બાદ વધારાના સૈનિકો સ્થળ પર આવ્યા અને નાકાબંધી કરી દીધી. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે પરંતુ આતંકીઓનો કોઈ પત્તો લાગ્યો નથી. અમરનાથ યાત્રાને કારણે સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત છે, પરંતુ તેમ છતાં આતંકવાદીઓ બજારમાં પોલીસની ટીમ પર હુમલો કરવામાં સફળ રહ્યા હતા.

આ પણ વાંચો: viralnews/ ચીનમાં તપાસ ટીમે શોધી કાઢી બીજી દુનિયા, લોકોએ કહ્યું કે આનો કોઈ અંત જ નથી

આ પણ વાંચો: SpiceJet/ ફરી એકવાર સ્પાઈસજેટના વિમાનમાં સર્જાઈ ખામી, 24 દિવસમાં નવમી ઘટના

આ પણ વાંચો: Sri Lanka/ ભારતે ફરી વ્યક્ત કરી ચિંતા, કહ્યું- મદદ કરવા શક્ય તમામ પ્રયાસ કરીશું