Surat News/ સુરત : અમરોલીમાં બાળક ગટરમાં પડતા મોત નીપજવાના બનાવમાં ગુનો નોંધાયો

ગટરમાં બાળક પડવાથી થયું હતું મોત

Top Stories Gujarat Surat Breaking News

Surat News : સુરતના અમરોલીમાં બાળકનું ગટરમાં પડી જવાથી મોત નીપજ્યું હતું. આ બનાવમાં પોલીસે ગુનો નોંધ્યો છે. બાળકનું ગટરમાં પડી જવાથી ભારે ઉહાપોહ થયો હતો. જેમાં પરિવાર અને સમાજના રોષ બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે મનપાના જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ નોંધી છે. જવાબદાર અધિકારીઓ સામે સાપરાધ મનુંષ્ય વધનો ગુનો નોંધવામાં આવ્યો છે. અમરોલી પોલીસમાં BNS કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ બનાવ બાદ મૃતકના પરિવારે FIR બાદ જ મૃતદેહ સ્વીકારવાની ચિમકી આપી હતી. બાદમાં પોલીસે ગુનો નોંધતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો.

ઉલ્લેખનીય છે કે નવા કતારગામ વિસ્તારમાં ગઇકાલે સાંજે એક 2 વર્ષનું બાળક ૩ ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. કેદાર નામના બાળકની શોધખોળ માટે વડોદરાથી NDRFની ટીમની મદદ લેવામાં આવી હતી. જો કે તંત્રની કલાકોની શોધખોળ બાદ બાળકનો પત્તો લાગ્યો હતો. 24 કલાકની મહેનત બાદ મૃત હાલતમાં બાળકને બહાર કાઢવામાં આવ્યું છે. હાલ બાળકના મૃતદેહને પોસ્ટ માર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

બીજીતરફ બાળકના મોતથી ઉશ્કેરાયેલા પરિવારનો યુવક મેયરને મારવા માટે દોડ્યો હતો. આ યુવક હાથમાં દંડો લઈને મેયર પાછળ પડ્યો હતો. જો કે હાજર પોલીસ કર્મીઓએ યુવકને અટકાવ્યો હતો. બાદમાં મેયર કારમાં બેસી હોસ્પિટલ માંથી રવાના થઇ ગયા હતા.

 સુરતના નવા કતારગામ વિસ્તારમાં બે વર્ષનું બાળક ૩ ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. પરિવારના સભ્યોએ બાળકની શોધખોળ કરી હતી પણ અંતે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. શહેરના સુમન સાધના આવાસમાં રહેતો કેદાર શરદભાઇ વેગડ તેના માતા સાથે બહાર ગયો હતો. આ દરમિયાન આઇસ્ક્રીમ ખાવા માટે માતાનો હાથ છોડાવીને બાલ દોડ્યું હતું તે દરમિયાન જ રોડ પર ઢાંકણા વગરની ખુલ્લી ગટરમાં બાળક પડી ગયું હતું.

બાદમાં સુરત ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બાળકને બચાવવ માટેની કામગીરીમાં લાગ્યા હતા. જો કે ગટરની અંદર પાણીના ભારે પ્રવાહને કારણે બાળક તણાઇને ઘણું આગળ પહોંચી ગયું હતું. ગટરના ખુલ્લા ઢાંકણાને સર્જાયેલી દુર્ઘટનાના વિરોધમાં વિરોધ પક્ષ સહિત મોટી સંખ્યામાં લોકોએ ધરણાં પ્રદર્શન સાથે સુરત મનપાની આવી ગંભીર બેદરકારીના લીધે એક કુમળા બાળક સાથે સર્જાયેલી દુર્ઘટનાને કારણે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હોસ્પિટલમાં છેતરપિંડી! સિનિયર ડૉક્ટરને મળવા માટે 2300 રૂપિયા આપ્યા, આસિસ્ટન્ટે કરી સારવાર

આ પણ વાંચો:સુરતમાં શેરમાર્કેટમાં રોકાણ કરાવી નફો આપવાની લાલચે 15 લાખની છેતરપિંડી કરનાર ઝડપાયા

આ પણ વાંચો:રાજકોટમાં આંગડિયા પેઢીના મેનેજર સાથે લાખોની છેતરપિંડી