Rajkot News: રાજકોટ(Rajkot)માં આંગડિયા પેઢી(Aangadiya)ના મેનેજર સાથે લાખોની છેતરપિંડી(Cheating)ની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા ચકચાર મચી ગઈ છે. પેઢીના મેનેજરે રાજકોટ A ડિવિઝનમાં 3 શખ્સો સામે રૂપિયા 72 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
રાજકોટમાં આંગડિયા પેઢીના મેનેજરની સાથે 72 લાખની લૂંટ (Loot) થતાં તાબડતોબ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. મેનેજર(Company’s Manager)ના જણાવ્યા મુજબ તેને શેઠના મિત્રના કહેવાથી દિલ્હી આંગડિયા પેઢી થકી રૂપિયા મોકલ્યા હતા. રૂપિયા મોકલ્યા બાદ પાર્ટીએ જમા ન કરાવતા મેનેજરે પૃથ્વીરાજ કોઠારી, વિશાલ મહેતા અને રમેશ મહેતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

થોડા દિવસ અગાઉ સુરતમાં આવેલી એક આંગડિયા પેઢી સાથે એક કરોડની છેતરપિંડી થઈ હતી. જેમાં મહિધરપુરામાં એસ.કે.આંગડિયામાં આ છેતરપિંડી થઈ હતી. છેતરપિંડીના આ કેસમાં ક્રાઈમ બ્રાંચે વધુ એક વોન્ટેડ આરોપી આખરે ઝડપાયો હતો. પોલીસે હરીશ સીસારા નામના આરોપીને કામરેજ ચાર રસ્તા પાસેથી ઝડપી લીધો હતો.
તપાસમાં આરોપીએ તેના મળતીયાઓ સાથે મળીને આ છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. જેમાં એસ.કે. આંગડિયામાં એક કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસે આ કેસમાં અગાઉ બે આરોપીને ઝડપી લીધા હતા. આ બન્ને આરોપીની પુછપરછમાં મખ્ય આરોપી હરીશનું નામ સામે આવ્યું હતું. આરોપી હરીશ છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હતો. ક્રાઈમ બ્રાંચે મુખ્ય આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:રસ્તા વચ્ચે અંધાધૂંધ ફાયરિંગ, 12 કલાકમાં 3 હત્યા,કેન્દ્રીય મંત્રી પાસે માંગવામાં આવી લાખોની ખંડણી
આ પણ વાંચો:ચોટીલાના મહંત પરિવારના યુવાનનું અપહરણ કરી 10 લાખની ખંડણી માંગી
આ પણ વાંચો:બિલ્ડર પાસે 16 લાખની ખંડણી માંગનારા સુરતના પિતા-પુત્ર ઝડપાયા
