હાલ ગુજરાતમાં ઉનાળો જામી રહ્યો છે ત્યારે આવામાં રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. કાળજાળ ગરમી થી એક તરફ લોકોને રાહત મળી રહી છે તો બીજી બાજુ ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવી રહ્યો છે. આગાહી વચ્ચે શનિવારે વહેલી સવારે ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. વહેલી સવારે રાજ્યમાં અમદાવાદ શહેર સહિત અનેક વિસ્તારોમાં કડાકાભડાકા સાથે વરસાદ પડ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરમાં એસજી હાઇવે, ગોતા, સેટેલાઇટ, બોપલ, નિકો, ઓઢવ, ઇસનપુર, વટવા, સીટીએમ, મણીનગર, વસ્ત્રાલ, મકરબા, સરખેજ, સનાથલ શાંતિપુરા, કાસીન્દ્રા,વિસલપુર અને બાકરોલ જેવા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
મહત્વનું છે કે, આજે સવારે બે કલાકમાં રાજ્યના 36 તાલુકમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ રાજકોટના ગોંડલમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. રાજકોટ, જામ કંડોરણામાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢ, કોડિનાર, માંગરોળમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે.સૌરાષ્ટ્રમાં ગાજવીજ, પવનની તીવ્રતા વધશે. સૌરાષ્ટ્ર-કચ્છ તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તોફાની વરસાદની શક્યતા છે. હજુ પણ 4 દિવસ માવઠાની આગાહી છે.
શનિવારે અચાનક જે રીતે ધોધમાર વરસાદ પડ્યો છે. તેને લઈને ઉનાળુ પાકને ખૂબ મોટા અને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની પૂરી શક્યતા વ્યક્ત થઈ રહી છે. જે રીતે ચોમાસાની માફક વરસાદ પડતો હતો. તે ઉનાળુ પાકો ખાસ કરીને તલ મગફળી વ્યાપક પ્રમાણમાં નુકસાન કરી શકે છે. વધુમાં ગીર વિસ્તારમાં થતી કેસર કેરી માટે પણ આ વરસાદ ચોક્કસપણે એકમાત્ર નુકસાન લઈને આવી શકે છે. આ દિવસો દરમિયાન કેરીના પાકને પુષ્કળ પ્રમાણમાં તડકો અને ગરમ પવનની જરૂર હોય છે. પરંતુ વર્તમાન સમયમાં ભેજવાળું વાતાવરણ નહીવત તડકો અને નુકસાનકારક કમોસમી વરસાદ કેરીના પાકમાં ઉત્પાદન સાથે તેમાં રોગ જીવાત નો ઉપદ્રવ પણ લાવી શકશે. જેને લઇને તૈયાર કેરીના પાક પર આ વરસાદ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન કરી શકે છે.
અરવલ્લી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો અહી મોડાસા,અને ભિલોડા પંથકમા ધોધમાર વરસાદ વરસ્યો. બાયડ,મેઘરજ, માલપુર તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો.તો મોડાસાના ટીંટોઈ, જીવનપુર સહિતના વિસ્તાર મા ગાજવીજ સાથે વરસાદ વરસતાં ખેતીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. ભિલોડાના સુનોખ, વાંસેરા પંથકમાં સાંજથી વરસાદ વરસ્યો હતો.
મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાનપુર બાલાસિનોર વિરપુર પંથકમાં પણ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન ભિતી સેવી રહ્યાં છે. વહેલી સવારથી જ વીજળીના કડાકા સાથે વરસાદ વરસતાં અહીં વાતાવરણ ઠડુગાર બન્યું છે. અહીં ખાનપુરના નરોડામાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે હજુ પણ એટલે 1 મે બાદ પણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઇને મધ્યગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે.સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં આ સમય દરમિયાન વધુ વરસાદ પડી શકે છે. આ સિવાય ખેડા, આણંદ, ગાંધીનગર, અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહેશે. તો પૂર્વ ગુજરાતના વિસ્તાર મહીસાગર,દાહોદ,પંચમહાલમાં પણ આગામી 1 મે બાદ વરસાદી માહોલ રહી શકે છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારમા પણ વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો:કચ્છ : સતત ત્રીજા દિવસે ભારે પવન સાથે વરસાદ, પડ્યા કરા
આ પણ વાંચો:સુરતમાં એક જ દિવસમાં એક જ ઘરમાં 2 લોકોના હાર્ટ એટેકથી મોત
આ પણ વાંચો:પતિએ પત્નીને કરી વ્યાજખોરોના હવાલે, છૂટાછેડા બાદ મહિલાએ ખોલ્યું રાઝ…
આ પણ વાંચો:જામનગરઃ ગુજરાત સ્થાપના દિનની ઉજવણી પહેલા જ ઉત્થાપનઃ સીએમ હાજર રહેવાના છે તે કાર્યક્રમમાં જ થયો
આ પણ વાંચો:માવઠાના માર વચ્ચે ડીસામાં ભૂકંપના આંચકાઃ લોકોના જીવ તાળવે ચોંટ્યા
