લાઇટિંગ સ્ટ્રકચર ક્રેશ/ જામનગરઃ ગુજરાત સ્થાપના દિનની ઉજવણી પહેલા જ ઉત્થાપનઃ સીએમ હાજર રહેવાના છે તે કાર્યક્રમમાં જ થયો ધબડકો

જામનગરમાં પહેલી મેએ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે તો તેના સ્થાપના પહેલા જ જાણે ઉત્થાપન થઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ ઉજવણી જ્યાં થવાની છે તે શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમની તડામાર તૈયારી ચાલતી હતી.

Top Stories Gujarat
Lighting structure crash જામનગરઃ ગુજરાત સ્થાપના દિનની ઉજવણી પહેલા જ ઉત્થાપનઃ સીએમ હાજર રહેવાના છે તે કાર્યક્રમમાં જ થયો ધબડકો

જામનગરમાં પહેલી મેએ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીની તૈયારીઓ Lighting Structure Crash ચાલી રહી છે તો તેના સ્થાપના પહેલા જ જાણે ઉત્થાપન થઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ ઉજવણી જ્યાં થવાની છે તે શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમની તડામાર તૈયારી ચાલતી હતી. તેમા સીએમ સહિત સમગ્ર કેબિનેટ જ્યાં હજાર રહેવાની હતી તે સાંસ્કૃતિક કાર્યક્રમનું લાઇટિંગ સ્ટ્રકચર અચાનક તૂટી પડતા રીતસરની અંધાધૂંધી સર્જાઈ છે. તેની સાથે સમગ્ર કાર્યક્રમની સલામતીને લઈને પણ સવાલો સર્જાયા છે. હવે જો સીએમ સહિત પૂરી કેબિનેટ હાજર રહેવાની હોય ત્યાં આ સ્થિતિ હોય તો પછી બીજા સરકારી કાર્યક્રમોમાં કેવી નિષ્કાળજી હશે તે સમજી શકાય છે.

પહેલી મેના રોજ ગુજરાત ગૌરવ દિનની ઉજવણી નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે Lighting Structure Crash બનાવાઈ રહેલા નિર્માણાધીન સ્ટેજ પરનું લાઇટિંગ સ્ટ્રકચર તૂટી પડતા પાંચને ઇજા થઈ છે. રાહત લેવા લાયક બાબત એટલી છે કે દુર્ઘટનાનો વ્યાપ મોટો હોવા છતાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળતા ખુવારીની સંભાવના રહી નથી. ઇજાગ્રસ્તોને શહેરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બધા ઇજાગ્રસ્તોની સ્થિતિ સારી છે અને તેઓ ભયમુક્ત છે.

આ ઘટના બની હોવાની જાણ થતાં જ પોલીસ કાફલો અને ઇમરજન્સી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. Lighting Structure Crash ઇજાગ્રસ્તોમાં પણ કોઈની સ્થિતિ નાજુક નથી. હવે લોકોમાં ગુસ્સો એ વાતનો છે કે સીએમ સહિત કેબિનેટ હાજર રહેવાની છે તેવા કાર્યક્રમમાં આ પ્રકારની દુર્ઘટના બની કેવી રીતે. આ ઉપરાંત કાર્યક્રમ સમયે જ આ દુર્ઘટના બની હોત તો તે વિચાર માત્રથી કંપારી છૂટી જાય છે.

આ ઉપરાંત જામનગરમાં પહેલી મેના રોજ ગુજરાત સ્થાપના દિવસે રાજ્યકક્ષાની ઉજવણી હોય Lighting Structure Crash અને જુદા-જુદા કાર્યક્રમોમાં મુખ્યમંત્રી, રાજ્યપાલ સહિત સમગ્ર કેબિનેટ હાજર રહેવાની હોય તથા હજારોની જનમેદની હોય તે સમયે આ પ્રકારની સ્થિતિ સર્જાય તો મહાનુભાવોની સલામતી અને તેમની વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલ સર્જાય છે. હવે હાલની ઘટના સર્જાઈ તેના માટે દોષિત કોણ તેને લઈને હવે વહીવટીતંત્રમાં ધમાધમ ચાલી રહી છે. વહીવટીતંત્ર આ ઘટનામાં કોઈના માથે તો દોષનો ટોપલો ઢોળશે તે નિશ્ચિત છે. આ દોષનો ટોપલો પણ છેવટે નીચલા વર્ગના કે નીચલા સ્તરના કર્મચારી પર ઢોળવામાં આવશે તેમ મનાય છે.

 

આ પણ વાંચોઃ મધ્યપ્રદેશ/ હવે આ રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ બની અકસ્માતનો શિકાર, ગાય સાથે અથડાતાં નુકસાન થયું

આ પણ વાંચોઃ ચીટ શીટ કૌભાંડ/ ખરાબ રીતે ફસાયા જો બાયડન, પ્રેસ કોન્ફરન્સમાં પર્ચીમાં લખીને ગયા સવાલોના જવાબ, કેમેરામાં કેદ થયા પેપર

આ પણ વાંચોઃ સાઇબર ક્રાઇમ/ ઓનલાઇન ગેમના શોખીનો ચેતેઃ સુરતના યુવકને પડ્યો 70 લાખનો ફટકો