Not Set/ 69th Birthday : PM મોદી માતાનાં આશીર્વાદ લીધા બાદ સરદાર સરોવર ડેમની લેશે મુલાકાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 69 મો જન્મદિવસ છે. આ વિશેષ પ્રસંગે વડા પ્રધાન મોદી સોમવારે મોડી સાંજે તેમના વતન ગુજરાતમાં પહોંચ્યા હતા. અમદાવાદનાં એરપોર્ટની બહાર નીકળતાં જ લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. વડા પ્રધાનનું ખુદ રાજ્યપાલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એરપોર્ટ પર સ્વાગત કર્યુ હતું. બુધવારે સવારે પીએમ […]

Top Stories India
868513 vijayrupani with modi 091719 69th Birthday : PM મોદી માતાનાં આશીર્વાદ લીધા બાદ સરદાર સરોવર ડેમની લેશે મુલાકાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 69 મો જન્મદિવસ છે. આ વિશેષ પ્રસંગે વડા પ્રધાન મોદી સોમવારે મોડી સાંજે તેમના વતન ગુજરાતમાં પહોંચ્યા હતા. અમદાવાદનાં એરપોર્ટની બહાર નીકળતાં જ લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. વડા પ્રધાનનું ખુદ રાજ્યપાલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એરપોર્ટ પર સ્વાગત કર્યુ હતું. બુધવારે સવારે પીએમ મોદી 95 વર્ષનાં માતા હિરાબેનનાં આશીર્વાદ લેવા તેમના ઘરે જશે.

Image result for pm modi in gujarat

માતા હિરાબેનનાં આશીર્વાદ લીધા બાદ વડા પ્રધાન મોદી નર્મદા જિલ્લામાં સ્થિત સરદાર સરોવર ડેમની મુલાકાત લેશે, જેનું પાણીનું સ્તર વધીને 138.68 મીટર થઇ ગયુ છે. વડા પ્રધાનનાં આગમન પૂર્વે સમગ્ર ડેમને હળવા રંગનાં બલ્બથી સજાવવામાં આવ્યા છે. બે વર્ષ પહેલા બંધાયેલા આ ડેમનું જળસ્તર ક્ષમતાની દ્રષ્ટિએ પ્રથમ વખત સૌથી વધારે નોંધાયુ છે. વડા પ્રધાન સવારે 11 વાગ્યે કેવડિયામાં ડેમ સાઇટ પર પહોંચ્યા બાદ જાહેર સભાને પણ સંબોધન કરશે.

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પહેલા જ ટ્વિટ કર્યું હતુ કે, “અમે 17 સપ્ટેમ્બરનાં રોજ અમારા પ્રિય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીનાં જન્મદિવસ પર કેવડિયામાં થનાર ‘નમામિ દેવી નર્મદા મહોત્સવ’ માં અમે તેમનું સ્વાગત કરવાની તૈયારી કરી રહ્યા છીએ.” ગુજરાત સરકારે વડાપ્રધાનનાં જન્મદિવસ નિમિત્તે ડેમ ખાતે મહાઆરતીનો કાર્યક્રમ યોજ્યો છે.

વડા પ્રધાનનાં જન્મદિવસ પર નમો એપ્લિકેશન પણ અપડેટ કરવામાં આવી રહી છે. પીએમ મોદીએ પોતે જ ટ્વિટર પર આ માહિતી આપતી વખતે કહ્યું કે, નમો એપ્લિકેશનમાં એક નવું અપડેટ આપવામાં આવી રહ્યું છે, જે હળવુ અને ઝડપી હશે, અને વિશિષ્ટ સામગ્રીમાં સરળતાથી પ્રવેશ આપશે. “એવી અપેક્ષા રાખવામાં આવે છે કે વડા પ્રધાનનાં જન્મદિવસ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો આ એપ્લિકેશનની મુલાકાત લઈ તેમને અભિનંદન સંદેશ આપી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.