Not Set/ PM બન્યા બાદ નરેન્દ્ર મોદીએ ક્યા અને કેવી રીતે મનાવ્યો પોતાનો જન્મદિવસ, જાણો

આજે ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. 17 સપ્ટેમ્બર, 2019 નાં રોજ, પીએમ નરેન્દ્ર મોદીનો 69 મો જન્મદિવસ છે. સુત્રોનું રહેવુ છે કે જ્યારે તે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા, ત્યારે પોતાના જન્મદિવસની ઉજવણી ધામધૂમથી કરવાની જગ્યાએ કામમાં પોતાનુ મન લગાવીને જ કરતા હતા. તેમનો જન્મ ગુજરાતનાં વડનગરમાં 17 સપ્ટેમ્બર 1950 નાં રોજ થયો હતો. વર્ષ 2014માં […]

Top Stories India
5375de90b7b81 PM બન્યા બાદ નરેન્દ્ર મોદીએ ક્યા અને કેવી રીતે મનાવ્યો પોતાનો જન્મદિવસ, જાણો

આજે ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. 17 સપ્ટેમ્બર, 2019 નાં રોજ, પીએમ નરેન્દ્ર મોદીનો 69 મો જન્મદિવસ છે. સુત્રોનું રહેવુ છે કે જ્યારે તે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા, ત્યારે પોતાના જન્મદિવસની ઉજવણી ધામધૂમથી કરવાની જગ્યાએ કામમાં પોતાનુ મન લગાવીને જ કરતા હતા. તેમનો જન્મ ગુજરાતનાં વડનગરમાં 17 સપ્ટેમ્બર 1950 નાં રોજ થયો હતો. વર્ષ 2014માં ભારતનાં વડાપ્રધાન બન્યા બાદ તેમણે પોતાનો જન્મદિવસ ક્યા અને કેવી રીતે મનાવ્યો તે વિશે આપને જણાવી દઇએ…

વર્ષ 2014

64th PM બન્યા બાદ નરેન્દ્ર મોદીએ ક્યા અને કેવી રીતે મનાવ્યો પોતાનો જન્મદિવસ, જાણો

વર્ષ 2014 માં, ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમત અપાવીને નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રાજકારણમાં મોદી યુગની જાણે શરૂઆત કરી હતી. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપ બહુમતી સાથે પહેલીવાર સત્તામાં આવી હતી. નરેન્દ્ર મોદીએ 26 મે 2014 નાં રોજ ભારતનાં 14 માં વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. આ વર્ષે તે 64 વર્ષનાં હતા. પોતાના જન્મદિવસ નિમિત્તે તેઓ તેમની માતા હિરાબેન પાસે અમદાવાદમાં હતા. વડા પ્રધાને તેમના પગને સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા અને 95 વર્ષનાં હીરાબહેને તેમને જન્મદિવસની ભેટ રૂપે 5001 રૂપિયા આપ્યા હતા.

વર્ષ 2015

65th PM બન્યા બાદ નરેન્દ્ર મોદીએ ક્યા અને કેવી રીતે મનાવ્યો પોતાનો જન્મદિવસ, જાણો

વડાપ્રધાન મોદીનાં 65 માં જન્મદિવસનાં પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદી સૈનિકોને શૌરંજલિ આપવા પહોંચ્યા હતા. આ 1965 નાં ભારત-પાકિસ્તાન યુદ્ધની સુવર્ણ જયંતી સમરોહનો પ્રસંગ હતો. આ દિવસે એક બિનસરકારી સંસ્થાએ 365 કિલો લાડુ બનાવીને તેમનો જન્મદિવસ ઉજવ્યો હતો. એટલું જ નહીં, બેડમિંટન ખેલાડી સાઇના નેહવાલે તેમને વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ ભેટ આપ્યો હતો.

વર્ષ 2016

66th PM બન્યા બાદ નરેન્દ્ર મોદીએ ક્યા અને કેવી રીતે મનાવ્યો પોતાનો જન્મદિવસ, જાણો

વડાપ્રધાન મોદીનાં 66 માં જન્મદિવસ પર પીએમ નરેન્દ્ર મોદી ફરી એક વાર માતાનાં ખોળામાં હતા. તેઓ અમદાવાદમાં માતા હીરાબહેનને મળ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા. આ પછી તે નવસારી પહોંચ્યા હતા. નવસારીમાં એક સાથે આશરે 989 દીવા પ્રગટાવવામાં આવ્યા હતા, જે એક દુર્લભ પરાક્રમ બની ગયુ હતુ.

વર્ષ 2017

67th PM બન્યા બાદ નરેન્દ્ર મોદીએ ક્યા અને કેવી રીતે મનાવ્યો પોતાનો જન્મદિવસ, જાણો

પીએમ મોદી તેમના 67 માં જન્મદિવસ પર તેમના વતન ગુજરાતમાં હતા. અહીં તેમણે વિદ્યાર્થીઓ દ્વારા વૈદિક ભજનોની વચ્ચે રાષ્ટ્રને મેગા સરદાર સરોવર ડેમ પ્રોજેક્ટ સમર્પિત કર્યો હતો. આ દિવસે તે માર્શલ અર્જણ સિંહનાં ઘરે પણ ગયા હતા, જેમનું 16 સપ્ટેમ્બરનાં રોજ અવસાન થયું હતું.

વર્ષ 2018

68th PM બન્યા બાદ નરેન્દ્ર મોદીએ ક્યા અને કેવી રીતે મનાવ્યો પોતાનો જન્મદિવસ, જાણો

વડાપ્રધાન મોદીએ તેમના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં તેમનો 68 મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેઓ એક પ્રાથમિક શાળાએ પહોંચ્યા અને ત્યાંના બાળકોની સાથે તેમનો જન્મદિવસ ઉજવ્યો હતો. ત્યાર બાદ, તેમણે સીએમ યોગી આદિત્યનાથ સાથે કાશી વિશ્વનાથની મુલાકાત લીધી હતી.

વર્ષ 2019

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી પોતાનો જન્મ દિવસ સાદગીથી અને પોતાના કામમાં લીન થઇને મનાવતા આવ્યા છે, ત્યારે તે આજે પણ તેમના 69 માં જન્મદિવસ પર પોતાના વતન ગુજરાત આવ્યા છે. ગુજરાતની ‘જીવનરેખા’ ગણાતા સરદાર સરોવર ડેમ ટૂંક સમયમાં પૂર્ણ ભરાશે તેવી સંભાવના છે. ત્યારે 17 સપ્ટેમ્બર એટલે કે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે આ ઘટનાનાં સાક્ષી બનશે. પોતાના વતન આવે અને વડાપ્રધાન મોદી તેમના માતા હિરાબહેનને ન મળે તે કેવી રીતે બની શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.