@Sarfaraz Nagori
Ahmedabad News: વર્તમાન સમયમાં મોંઘીદાટ નકલી વિગ ખરીદવી મુશ્કેલ બનતી હોય છે. ત્યારે આવા કપરા સમયે કોઈ માનવીય સંવેદના દર્શાવી કોઈ શહીદના માનમાં પોતાના જ જન્મદિવસે પોતાના વાળ ડોનેટ કરી કેન્સર પીડિતોની સેવા અર્થે આપે ત્યારે સાચા અર્થમાં માનવતા મહેંકી ઉઠતી હોય છે. આવી જ એક કહાની અમદાવાદમાં સામે આવી છે.
અમદાવાદમાં રહેતી નંદા ડોડીયા નામની મહિલાએ નિવૃત્ત એરફોર્સ ઓફિસર હરેન ગાંધીથી પ્રેરણા મેળવી તેમના સુંદર વાળને કેન્સર પીડિત બહેનો માટે દાન કર્યા છે. ભારત દેશમાં લાખો ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓ કેન્સર સામે ઝઝૂમે છે. મોંઘી કિમોથેરાપીને કારણે મહિલોના વાળ સમૂળગા ઉતરી જાય છે. આથી તેમને વિગ પહેરવાનો વારો આવે છે. પણ વિગની કિંમત ઊંચી હોવાથી ગરીબ મહિલાઓ તેને ખરીદી શકતી નથી. આથી આવો અનુભવ અન્ય કેન્સરગ્રસ્ત મહિલાઓને કરવો ન પડે માટે તે માટે નંદા ડોડીયા નામની મહિલા જે અભયમમા ફરજ બજાવે છે તેમને તેમના જન્મ દિવસે અમદાવાદના વીર શહીદ કેપ્ટન નિલેશ સોની જે આજે 12 ફેબ્રઆરીના દિવસે શહીદ થયા હોવાથી તેમની યાદમાં તેમના ફોટો સમક્ષ બેસીને પોતાના સુંદર વાળને કેન્સર પીડિત બહેનો વિગ ખરીદી શકે તે માટે ડોનેટ કર્યા છે.
અભયમ વુમન હેલ્પલાઇનમાં અધિકારી તરીકે ફરજ બજાવતી નંદા ડોડીયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, નિવૃત્ત એરફોર્સ ઓફિસર હરેન ગાંધી, ગુજરાતના યુવાન અને યુવતીઓ માટે મિલિટરી એકેડેમી ચલાવે છે, તેમની ખાસ પ્રેરણાથી મારા સુંદર વાળ હું કેન્સર પીડિત બહેનો માટે કે જેમના વાળ ટ્રીટમેન્ટને કારણે નહિવત થયેલા હોય છે તેમને માટે વાળની વિગ બનાવવા ડોનેટ કરી રહી છું.
ઈશ્વરે દરેક વ્યક્તિને માનવીય સંવેદનાના ગુણોની ખૂબ જ સુંદર ભેટ આપી છે. તેથી જ જ્યારે કોઈ પીડિત વ્યક્તિને દર્દથી કણસતાં જોઈએ ત્યારે આપણી સંવેદના જાગૃત થઈ ઉઠે છે. અમદાવાદને નંદા બહેને કેન્સર પીડિતો માટે કરેલું આ નેક કાર્ય સાચા અર્થમાં માણસાઈનું ઉત્તમ ઉદાહરણ છે. જો આવી રીતે દરેક વ્યક્તિ બીજાના દુ:ખને પોતાનું દુ:ખ સમજે તો આપણે સાચા અર્થમાં રામરાજ્યની સ્થાપના કરી શકીશું.
આ પણ વાંચો:કતારની જેલમાંથી 8 ભારતીયોને મુક્ત કરાયાં, નૌ સેનાનાં પૂર્વ કર્મીઓએ જાણો શું કહ્યું…
આ પણ વાંચો:ગાંધીનગરમાં માતૃત્વને લાંછન લગાડનાર કિસ્સો, અસ્થિર બાળક જન્મતાં માતાએ તરછોડ્યું…