Not Set/ ગરીબ માતા પાસેથી ખુલ્લેઆમ લાંચ લીધી પોલીસકર્મીએ, જુઓ વિડીયો

અમદાવાદ, પોલીસની વર્દીને દાગ લગાવતો વધુ એક વિડીયો સામે આવ્યો છે. અમદાવાદનાં કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગરીબ માણસની ઓટો રિક્ષા જમા કરી દીધી હતી. જ્યારે તે રિક્ષાચાલકનાં માતાપિતાએ કોર્ટમાંથી તે રિક્ષા છોડાવવા માટે રિક્ષાનાં પેપર પોલીસ પાસે માંગ્યા તો ઉપરથી તે વૃદ્ધ દંપત્તી ઉપર દાદાગીરી કરવા લાગ્યો અને તેમને બંનેને ધક્કે […]

Top Stories Ahmedabad Gujarat Trending Videos
પોલીસ ગરીબ માતા પાસેથી ખુલ્લેઆમ લાંચ લીધી પોલીસકર્મીએ, જુઓ વિડીયો

અમદાવાદ,

પોલીસની વર્દીને દાગ લગાવતો વધુ એક વિડીયો સામે આવ્યો છે. અમદાવાદનાં કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગરીબ માણસની ઓટો રિક્ષા જમા કરી દીધી હતી.

જ્યારે તે રિક્ષાચાલકનાં માતાપિતાએ કોર્ટમાંથી તે રિક્ષા છોડાવવા માટે રિક્ષાનાં પેપર પોલીસ પાસે માંગ્યા તો ઉપરથી તે વૃદ્ધ દંપત્તી ઉપર દાદાગીરી કરવા લાગ્યો અને તેમને બંનેને ધક્કે ચઢાવ્યા અને જો તમે મને 500 રુપિયા આપશો તો જ તમને રિક્ષાના પેપર આપીશ તેમ જણાવ્યું.

વૃદ્ધ દંપત્તી ઉપર રોફ મારતા આ પોલીસને સીસીટીવી કેમેરાનો પણ ડર લાગ્યો ન હતો અને ખુલ્લેઆમ તે રિક્ષાચાલકની માતા પાસેથી પૈસા પડાવે છે. પોલીસ સ્ટેશનમાં CCTV કેમેરા હોવા છતાં પણ પોલીસકર્મી આવી લુખ્ખી દાદાગીરી કરીને લાંચ લે છે.