Not Set/ બીગ બોસની નવી સીઝનમાં આવી હશે જોડીઓ

મુંબઇ  આ વખતે સલમાન ખાન બિગ બોસ સિઝન 12માં ફેરફાર કરી રહ્યા છે. આ વખતે શોને અલગ રીતે અને રસપ્રદ રીતે રજૂ કરવામાં આવશે. જો કે બીગબોસની નેકસ્ટ સીઝનમાં થીમમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. પ્રથમ સમાચાર એ હતા કે આ વખતે બીગ બોસની સીઝનમાં સેલિબ્રિટી કપલોને પણ સામેલ કરવામાં આવશે.પરંતુ હવે,એવા અહેવાલો મળી રહ્યા થીમમાં થોડાક […]

Trending Entertainment
nn બીગ બોસની નવી સીઝનમાં આવી હશે જોડીઓ

મુંબઇ 

આ વખતે સલમાન ખાન બિગ બોસ સિઝન 12માં ફેરફાર કરી રહ્યા છે. આ વખતે શોને અલગ રીતે અને રસપ્રદ રીતે રજૂ કરવામાં આવશે. જો કે બીગબોસની નેકસ્ટ સીઝનમાં થીમમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. પ્રથમ સમાચાર એ હતા કે આ વખતે બીગ બોસની સીઝનમાં સેલિબ્રિટી કપલોને પણ સામેલ કરવામાં આવશે.પરંતુ હવે,એવા અહેવાલો મળી રહ્યા થીમમાં થોડાક બદલાવ કરવામાં આવ્યા છે.

થોડાક સમયમાં પહેલા બિગ બોસ 12નો પ્રોમો શૂટ કરવામાં આવ્યો છે. આમાં સલમાન ખાનએ સિઝન 12 માં થયેલા ફેરફારોનો ઉલ્લેખ કર્યો છે.

હવે તાજેતરના રિપોર્ટ્સને ધ્યાનમાં લેવામાં આવે તો,બીગ બોસમાં માત્ર સેલિબ્રીટી જોડીઓ નહીં હોય.નવી સીઝનમાં 6 સિંગલ સેલેબ્સ હશે. આ ઉપરાંત 5 સામાન્ય લોકોની પેર હશે જ્યારે 5 સામાન્ય જનતાના લોકો હશે.

નવી સીઝનમાં કોમનર્સની જોડીને પણ સેલિબ્રીટી સાથે જમાવવામાં આવશે.આ જે તમામ સ્પર્ધકો સીધા ઘરમાં પ્રવેશ નહીં કરશે.સ્પર્ધકોને સૌ પ્રથમ સિક્રેટ હાઉસમાં રાખવામાં આવશે. બાદમાં તેઓ બિગ બોસની અંદર પ્રવેશ મેળવશે.

ઉલ્લેખનીય છે કે બીગ બોસની ગત સિઝન ઓક્ટોબરમાં શરૂ થયું છે પરંતુ આ વખતે આ શો 15 મી સપ્ટેમ્બરના રોજ પ્રસારિત થશે.