Not Set/ વાવાઝોડાથી અમિતાભ બચ્ચનની ઓફિસ `જનક` માં ભરાયું પાણી, થયુ ભારે નુકસાન

તાઉ તે  વાવાઝોડાને કારણે મુંબઇમાં સોમવારે આવેલા વરસાદને કારણે આખી મુંબઇ જળમગ્ન  થઈ ગઈ હતી. મુંબઇના અનેક વિસ્તારો સંપૂર્ણ રીતે ડૂબી ગયા હતા.

Trending Entertainment
A 206 વાવાઝોડાથી અમિતાભ બચ્ચનની ઓફિસ `જનક` માં ભરાયું પાણી, થયુ ભારે નુકસાન

તાઉ તે  વાવાઝોડાને કારણે મુંબઇમાં સોમવારે આવેલા વરસાદને કારણે આખી મુંબઇ જળમગ્ન  થઈ ગઈ હતી. મુંબઇના અનેક વિસ્તારો સંપૂર્ણ રીતે ડૂબી ગયા હતા. ભારે વરસાદને કારણે મહાનાયક અમિતાભ બચ્ચનની ઓફિસ `જનક` પણ પાણીથી ભરાઇ ગઈ હતી. તેમણે બ્લૉગ દ્વારા આ વાતની માહિતી આપી હતી. બિગબીની ઓફિસ તેમના ઘર `જલસા`ની ખૂબ જ નજીક છે તે પોતાના બધા જરૂરી કામ અહીંથી જ કરે છે. તેમણે પોતાની જિમ પણ અહીં જ બનાવી છે.

આપને જણાવી દઈએ કે, ઓફીસ જનકમાં પાણી ભરાઇ ગયુ અને ભારે વરસાદના કારણે પ્લાસ્ટિકકવર શીટ પણ ફાટી ગઇ હતી. સ્ટાફ માટે બનાવેલા શેડ અને શેલ્ટર પણ ઉડી ગયા હતા.

આ પણ વાંચો :સલમાનની ‘મુન્ની’ હર્ષાલીએ મનોરંજક શૈલીમાં કરી માસ્ક પહેરવાની અપીલ કહ્યું, – નાનકડી ચડ્ડી જ તો છે

વધુમાં સ્ટાફ વિશે કહેતા અમિતાભે કહ્યું કે, સાચુ કહુ તો કમાલનો સ્ટાફ છે. ભીના કપડામાં પણ તે કામ કરી રહ્યાં છે અને મેં જાતે મારા વોર્ડરોબમાંથી કપડા કાઢીને આપ્યા કારણકે તે કપડા બદલી શકે અને કામ કરી શકે. કેટલાક લોકોને કપડા ઢીલા તો કેટલાકને ફીટ પડ્યા હતા.

Instagram will load in the frontend.

તેમણે પોતાના બ્લૉગમાં જનકના સ્ટાફના વખાણ કરતા લખ્યું, “વિપરિત પરિસ્થિતિઓમાં પણ સ્ટાફ મેમ્બર્સ સારા કામમાં વળગી રહ્યા. તેમનું યુનિફૉર્મ પણ ભીંજાઇ ગયું છે. કપડામાંથી પાણી નીતરી રહ્યું પણ તે પોતાના કામ પર લાગેલા રહ્યા. તેમને બદલવા માટે કપડા આપવામાં આવ્યા છે, જે મેં મારા કબાટમાંથી આપ્યા છે અને હવે તે ગર્વથી ચેલ્સી અને જયપુર પિન્ક પેન્થરના સમર્થકો તરીકે આગળ વધી રહ્યા છે. ટીશર્ટ પેહરીને કેટલાક તરતા રહ્યા, તો કેટલાક એને નીચોવી રહ્યા છે અને આ દરમિયાન કેટલાક વણનોતર્યા મહેમાન (વરસાદી જીવ) ઘરમાં આવી ગયા છે, જેમણે અહીં ઘર બનાવવાનો નિર્ણય લીધો છે. અને પરિવારના સભ્યો આ અંગે ખૂબ જ સાવચેતીઓ રાખી રહ્યા છે.”

આ પણ વાંચો :રાજ કુન્દ્રાએ શિલ્પા શેટ્ટીને ધક્કો મારીને ઘરની બહાર તગેડી મૂકી, વીડિયો થયો વાયરલ

અમિતાભ બચ્ચનને લીધો રસીનો બીજો ડોઝ

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. કોરોના રસીનો બીજો ડોઝ લીધા પછી તેમણે પોતાની એક તસવીર શેર કરી છે. આ તસવીરની સાથે તેમણે એક મજેદાર કેપ્શન પણ લખ્યું છે, બીજો પણ થઈ ગયો. કોવિડવાળો, ક્રિકેટ વાળો નહીં. હસવાવાળા ઇમોજી સાથે તેમણે આગળ લખ્યું-સોરી, સોરી આ ખૂબ ખરાબ હતું.

Instagram will load in the frontend.

અમિતાભની આ પોસ્ટ વાંચ્યા પછી લોકો તેમનું હાસ્ય રોકી શકતા નથી. લોકો તેમને પૂછી રહ્યાં છે કે તેઓ રાત્રે ત્રણ વાગ્યે પોસ્ટ કેમ શેર કરે છે. સાથે જ કેટલાક એવા પણ છે જેમણે કહ્યું કે તમે બંને ડોઝ લઈ લીધા અમને તો હજી સુધી એક પણ નથી મળ્યો.

આ પણ વાંચો : કોરોના મુક્ત થઈ કંગના, નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ પોસ્ટ શેર કરી, ચાહકોનો ધન્યવાદ માન્યો

ગુડબાય ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત

હાલ અમિતાભ બચ્ચન ગુડબાય ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પહેલી વાર મોટા પડદે નીના ગુપ્તા સાથે દેખાશે. આ સિવાય તે કોન બનેગા કરોડપતિની 13મી સીઝનનું શૂટિંગ પણ કરી રહ્યા છે. આ સિવાય તેઓ ચહેરે અને બ્રહ્માસ્ત્ર જેવી મોટી ફિલ્મોનો પણ ભાગ છે.

આ પણ વાંચો : મુંબઈ અને ગોવા બાદ હવે ઓરિસ્સા સરકારે પણ સીરીયલ-ફિલ્મ શૂટિંગ પર મુક્યો પ્રતિબંધ

sago str 16 વાવાઝોડાથી અમિતાભ બચ્ચનની ઓફિસ `જનક` માં ભરાયું પાણી, થયુ ભારે નુકસાન