India vs Bharat વિવાદ/ Kangana Ranautએ કહ્યું- ‘અમે ભારતીય છીએ, ઇન્ડિયન નથી’

ભારતના નામ બદલવાની ચાલી રહેલી ચર્ચા વચ્ચે, કંગના રનૌતે હવે તેના પર પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે ‘ઇન્ડિયા’ એ અંગ્રેજો દ્વારા આપવામાં આવેલી ઓળખ છે.

G-20 Trending Entertainment
ઇન્ડિયન નથી

‘ભારતના રાષ્ટ્રપતિ’ સાથેના G-20 ડિનરના આમંત્રણ પર ભારે વિવાદ સર્જાયાના કલાકો બાદ અભિનેત્રી કંગના રનૌતે પણ તેના પર પ્રતિક્રિયા આપી છે. કંગનાએ તેના નિવેદનનો સ્ક્રીનશોટ શેર કર્યો જેમાં તેણે ભારતનું નામ બદલવાની હિમાયત કરી હતી.

પોતાના ટ્વીટમાં કંગના રનૌતે વિગતવાર જણાવ્યું કે શા માટે નામ ભારત હોવું જોઈએ. કંગનાએ કહ્યું કે ‘ભારત’નો અર્થ સાર્થક છે જ્યારે જૂના અંગ્રેજીમાં ઈન્ડિયનનો અર્થ ગુલામ થાય છે અને આ ઓળખ આપણને અંગ્રેજોએ આપી હતી. તેમણે કહ્યું કે તાજેતરમાં તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કંગનાએ પોતાની વાતનો અંત એમ કહીને કર્યો કે ‘અમે ભારતીય છીએ, ઈન્ડિયન નથી’

હકીકતમાં, ઇન્ડિયા અને ભારત વિશે જોરદાર ચર્ચા ચાલી રહી છે. આ અંગે લોકો બે જૂથમાં વહેંચાયેલા જણાય છે. અમિતાભ બચ્ચને ટ્વિટર પર ‘ભારત માતા કી જય’ લખ્યું. તેમના આ ટ્વિટને આ ચર્ચા સાથે જોડવામાં આવી રહી છે. તેમના સિવાય વિવેક અગ્નિહોત્રી પણ ઇન્ડિયાને બદલે ભારત નામ રાખવાની તરફેણમાં દેખાયા હતા.

નામ બદલવાના સમાચાર રાષ્ટ્રપતિ ભવન તરફથી G-20 પ્રતિનિધિઓ માટે સત્તાવાર ડિનર આમંત્રણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી પ્રકાશમાં આવ્યા હતા. જેમાં આમંત્રણ પ્રેસીડેન્ટ ઓફ ઇન્ડિયાના બદલે પ્રેસીડેન્ટ ઓફ ભારત કહ્યા હતા.

આ પણ વાંચો:શાહરૂખ ખાને સની દેઓલના પુત્ર કરણને તેના પગ સ્પર્શતા જ ગળે લગાવ્યો

આ પણ વાંચો:શોભિતા ધુલીપાલા-નાગા ચૈતન્યના સંબંધોને ફરી હવા મળી

આ પણ વાંચો:પરિણિતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા આ મહિને લગ્નના તાંતણે બંધાશે,આ લક્ઝુરિયસ હોટલમાં લગ્ન થશે!

આ પણ વાંચો:અભિનેતા “ઈમરાન ખાને” બોલિવૂડમાં કમબેકના સંકેત આપ્યા!! ઘણા સમયથી ફિલ્મોમાંથી ગાયબ છે