Not Set/ “પૂર્વ તૈયારી ?” : પાકિસ્તાન ભારતને વળતો જવાબ આપવા બોર્ડર પર તૈનાત કરશે ટી-૯૦ ટેંક

ઇસ્લામાબાદ, ભારત અને પાડોશી કટ્ટર દેશ પાકિસ્તાન વચ્ચે વણસી રહેલા સંબંધો વચ્ચે પાકિસ્તાન દ્વારા હવે વધુ એક પ્લાનિંગ કરાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ, પાકિસ્તાન દ્વારા ભારતને વળતો જવાબ આપવાના હેતુથી બોર્ડર પર ટેંક તૈનાત કરવાની તૈયારીમાં છે. પાકિસ્તાન સરકાર હવે પોતાની સેનાને મજબૂત બનાવવા માટે પોતાના બેડામાં ૬૦૦ ટેંક શામેલ કરવા જઈ રહ્યું છે, […]

Top Stories World Trending

ઇસ્લામાબાદ,

ભારત અને પાડોશી કટ્ટર દેશ પાકિસ્તાન વચ્ચે વણસી રહેલા સંબંધો વચ્ચે પાકિસ્તાન દ્વારા હવે વધુ એક પ્લાનિંગ કરાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ, પાકિસ્તાન દ્વારા ભારતને વળતો જવાબ આપવાના હેતુથી બોર્ડર પર ટેંક તૈનાત કરવાની તૈયારીમાં છે.

પાકિસ્તાન સરકાર હવે પોતાની સેનાને મજબૂત બનાવવા માટે પોતાના બેડામાં ૬૦૦ ટેંક શામેલ કરવા જઈ રહ્યું છે, જેમાં ટી-૯૦ ટેંક પ શામેલ છે. આં તમામ ટેંક ભારતના ખાસ દોસ્ત રશિયા પાસેથી ખરીદવામાં આવી શકે છે.

5c26f3f451038 "પૂર્વ તૈયારી ?" : પાકિસ્તાન ભારતને વળતો જવાબ આપવા બોર્ડર પર તૈનાત કરશે ટી-૯૦ ટેંક
WORLD-pakistan-deploy-t-90-tanks-indian-border

કેટલાક ગુપ્ત સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ૬૦૦ ટેંકમાંથી કેટલાક ટેંક જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LOC) પર પણ તૈનાત કરાઈ શકે છે. જેમાંથી મોટા ભાગના ટેંક ત્રણથી લઈ ચાર કિમી સુધીનું ટાર્ગેટ ભેદવામાં સક્ષમ છે.

પાકિસ્તાનની ઇમરાન સરકારના આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે, તેઓ ISIના ઈશારા પર કયા પ્રકારે ભારત વિરોધી કામ કરી રહી છે.

T 90 main battle tank Russian Russia army 002 "પૂર્વ તૈયારી ?" : પાકિસ્તાન ભારતને વળતો જવાબ આપવા બોર્ડર પર તૈનાત કરશે ટી-૯૦ ટેંક
WORLD-pakistan-deploy-t-90-tanks-indian-border

અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સરકાર એક બાજુ જ્યાં કંગાળ હોવાના કારણ બતાવી રહી છે અને બીજા દેશો પાસે મદદની ગુહાર માંગી રહી છે, બીજી બાજુ જ્યાં પોતાના સેનાના બેડામાં ૬૦૦ ટેંક શામેલ કરવા જઈ રહ્યું છે.

ભારતીય સેનાનું મુખ્ય આધાર છે ટી-૯૦ ટેંક

જોવામાં આવે તો, ભારતીય સેનાના બેડામાં મુખ્યરૂપે ટી-૯૦ યુદ્ધ ટેંક, ટી-૭૨ ટેંક અને અર્જુન ટેંક શામેલ છે અને આ ટેંક સેનાનો મુખ્ય આધાર છે.