Not Set/ ભારત આ મહિને જ અમારી પર હુમલો કરશે,પાકિસ્તાનનો દાવો

પાકિસ્તાને બહુ દાવાપૂર્વક કહ્યું છે કે ભારત તેમની પર હુમલો કરી શકે છે.પાકિસ્તાને કહ્યું છે કે તેમની પાસે વિશ્વસનીય જાણકારી છે કે આ મહિનામાં જ ભારત તેમની પર હુમલો કરશે. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમુદ કુરેશીએ મુલતાનમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે અમારી પાસે વિશ્વસનીય જાણકારી છે કે ભારત પાકિસ્તાન પર નવો હુમલો કરવાની રણનીતિ […]

Top Stories India Trending
f 14 ભારત આ મહિને જ અમારી પર હુમલો કરશે,પાકિસ્તાનનો દાવો

પાકિસ્તાને બહુ દાવાપૂર્વક કહ્યું છે કે ભારત તેમની પર હુમલો કરી શકે છે.પાકિસ્તાને કહ્યું છે કે તેમની પાસે વિશ્વસનીય જાણકારી છે કે આ મહિનામાં જ ભારત તેમની પર હુમલો કરશે.

પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમુદ કુરેશીએ મુલતાનમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે અમારી પાસે વિશ્વસનીય જાણકારી છે કે ભારત પાકિસ્તાન પર નવો હુમલો કરવાની રણનીતિ બનાવી ચૂક્યું છે.અમારી જાણકારી પ્રમાણે ભારત 16 થી 20 એપ્રિલ વચ્ચે આ હુમલો કરશે.

પાકિસ્તાનના વિદેશમંત્રી કુરેશીએ એમ પણ કહ્યું કે યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલના પાંચ સ્થાયી સભ્યો સામે પાકિસ્તાને પોતાની ચિંતા જાહેર કરી છે.જો કે ભારત હુમલો કરવાનું છ તેનો કોઇ પુરાવા કુરેશી આપી નહોતા શક્યા.

શાહ મહેમુદ કુરેશીએ એ પણ જાણકારી નહોતી આપી કે તેમની પાસે ચોક્કસ તારીખોની જાણકારી કેવી રીતે આવી. કુરેશીના આ દાવા પર ભારતે કોઈ પ્રતિક્રિયા આપી નથી.