Not Set/ ક્યાક અસહ્ય ગરમી તો ક્યાક ઠંડી, અમેરિકી વૈજ્ઞાનિકોએ વધુ હાલત બગાડવાનો કર્યો દાવો

વૉશિન્ગટન, છેલ્લા કેટલાક સમયથી ભારત સહિત દુનિયાભરમાં તાપમાનમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. ક્યાંક અસહ્ય ગરમી તો ઠંડી, ત્યારે આ હવામાનને લઇ વૈજ્ઞાનિકો ખુબ ચિંતિત થઇ રહ્યા છે. શિકાગોમાં હવામાન અધિકારીઓએ લોકોને આગ્રહ કર્યા છે કે, ભૂલથી પણ બહારના હવામાન ના સંપર્કમાં આવશો નહિ. આ તાપમાન શૂન્યથી 50 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે ચાલી ગયું […]

Top Stories World Trending
global warming natural 845901 ક્યાક અસહ્ય ગરમી તો ક્યાક ઠંડી, અમેરિકી વૈજ્ઞાનિકોએ વધુ હાલત બગાડવાનો કર્યો દાવો

વૉશિન્ગટન,

છેલ્લા કેટલાક સમયથી ભારત સહિત દુનિયાભરમાં તાપમાનમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. ક્યાંક અસહ્ય ગરમી તો ઠંડી, ત્યારે આ હવામાનને લઇ વૈજ્ઞાનિકો ખુબ ચિંતિત થઇ રહ્યા છે.

શિકાગોમાં હવામાન અધિકારીઓએ લોકોને આગ્રહ કર્યા છે કે, ભૂલથી પણ બહારના હવામાન ના સંપર્કમાં આવશો નહિ. આ તાપમાન શૂન્યથી 50 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે ચાલી ગયું છે. આ સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ 5 મિનિટ પણ આ ઠંડીની ઝપેટમાં આવી છે કે, તે આ અસહ્ય ઠંડીનો શિકાર બની શકે છે

Image result for global warming

હાલમાં ભારતમાં જોવામાં આવે તો જમ્મુ-કાશ્મીરમાં ઠંડીનો પારો – 20 ડિગ્રી સુધી પહોંચી ગયો છે જયારે અમેરિકા તેમજ ઇંગ્લેન્ડ પણ અસહ્ય ઠંડીની ઝપેટમાં આવી ગયું છે.

બીજી બાજુ આ પરિસ્થિતિથી વિપરીત જ ઓસ્ટ્રેલિયામાં ગરમીનો પારો સામાન્ય લેવલથી ઉપર પહોંચી ચુક્યો છે. અહીંયા તાપમાન 50 ડિગ્રી સુધી પહોંચી ચૂક્યું છે અને હાલમાં લોકો કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

આ ગરમીમાં વધી રહેલા ACના વપરાશથી વીજળીની ખપત પણ ખુબ વધી ગઈ છે અને ગ્રિડ ફેલ થઇ છે. કેટલાક શ્રમિક નેતાઓનું કહેવું છે કે, ખુબ વધુ ગરમી હોવાની સ્થિતિ માં કંપનીઓનું કામકાજ બંધ રાખવા માટેનો કાયદો લાવવામાં આવે.