Akshay Kumar Mother Death/ મમ્મીએ જે આપ્યું છે તેનું ઋણ હું ક્યારે નહીં ચૂકવી શકું : અક્ષય કુમાર

પિતાના ગયા પછી અક્ષયે બહેન અલકા અને માતા અરુણા ભાટિયાની સંભાળ લીધી. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું આજે તે જે પણ છે તે તેના માતા -પિતાના કારણે છે.

Trending Entertainment
અક્ષય

બોલિવુડ અભિનેતા અક્ષય કુમારની માતા અરૂણા ભાટિયાનું દુઃખ અવસાન થયું છે. તેની માતા ઘણાં લાંબા સમયથી બીમાર હતા. અને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ પણ હતા. અક્ષય કુમારે સોશિયલ મીડિયા દ્વારા પોતાની માતાના અવસાનની જાણકારી આપી છે.  જણાવી એ કે, અક્ષય કુમાર હંમેશા તેના પરિવારની ખૂબ નજીક રહ્યો છે. પોતાની કારકિર્દીની શરૂઆતથી લઈને સફળતાની ઉંચાઇઓ સુધી પહોંચવા સુધી અક્ષયે હંમેશા તેની સફળતાનો શ્રેય પરિવારને આપ્યો છે.

આ પણ વાંચો :અક્ષય કુમારની માતાનું નિધન, મુંબઈની હિરાનંદાની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

અક્ષય કુમાર બોલિવૂડમાં આઉટસાઇડર આવ્યો હતો. તેણે ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી અને સફળતા મળી.તે આ સફળતાનો શ્રેય તેના માતા -પિતાને આપે છે.

a 94 મમ્મીએ જે આપ્યું છે તેનું ઋણ હું ક્યારે નહીં ચૂકવી શકું : અક્ષય કુમાર

અભિનેતાએ ખૂબ નાની ઉંમરે તેના પિતા હરિ ઓમ ભાટિયાને ગુમાવ્યા હતા. તે તેના પિતાની ખૂબ નજીક હતો. પિતાના ગયા પછી અક્ષયે બહેન અલકા અને માતા અરુણા ભાટિયાની સંભાળ લીધી. અક્ષય કુમારે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે આજે તે જે પણ છે તે તેના માતા -પિતાના કારણે છે.

આ પણ વાંચો :સલમાન ખાને કઇ ગેમ વિરૂદ્વ કરી અરજી, કોર્ટે કેમ આપ્યું પ્રતિબંધનો આદેશ જાણો..

તેણે કહ્યું હતું કે જો તેની માતાએ તેની સંભાળ ન લીધી હોત, તેને ઘણું શીખવ્યું ન હોત અને તેને આટલું શિક્ષણ ન આપ્યું હોત, તો તે આજે તે સ્થાને ન પહોંચી શક્યો હોત. જ્યારે પણ મને કોઈ તકલીફ થાય છે, ત્યારે તે માતાની પાસે જાય છે, અને માતા તેની તમામ સમસ્યાઓનું સમાધાન આપે છે. ભલે તેની માતા સમસ્યા વિશે કંઇ જાણતી ન હોય ત્યો પણ.

a 95 મમ્મીએ જે આપ્યું છે તેનું ઋણ હું ક્યારે નહીં ચૂકવી શકું : અક્ષય કુમાર

અક્ષય કુમારે એમ પણ કહ્યું હતું કે તેની મમ્મી એ તેને ઘણું બધું આપ્યું છે, તે ક્યારેય તેના ઉપકારની ચૂકવણી કરી શકશે નહીં. અક્ષય તેના જીવનમાં કંઈપણ કરી શકે છે પરંતુ તે તેની મમ્મી એ તેને જે આપ્યું તેની બરાબરી કરી શકશે નહીં. આ વાતો કરતી વખતે અક્ષય અને તેની માતા બંનેની આંખો ભીની થઈ ગઈ.

આ પણ વાંચો :સૈફ અલી ખાન અને અર્જુન કપૂરની ‘ભૂત પોલીસ’ની ફિલ્મ આ તારીખે જોવા મળશે

પિતા માટે અક્ષય કુમારે કહ્યું હતું કે તે જ્યાં પણ છે, તે જાણે છે કે તે તેની સાથે છે. અક્ષયે ઇન્ટરવ્યુમાં પિતાને કહ્યું કે તેણે ચિંતા ન કરવી, અક્ષય તેની માતાનું ખૂબ ધ્યાન રાખશે. આ ઇન્ટરવ્યૂ જોઇને અક્ષય કુમારની માતા ખૂબ જ ભાવુક થઇ ગયા હતા.

a 96 મમ્મીએ જે આપ્યું છે તેનું ઋણ હું ક્યારે નહીં ચૂકવી શકું : અક્ષય કુમાર

અરુણા ભાટિયાએ કહ્યું હતું કે જે બાળક અક્ષયની જેમ પ્રેમ કરે છે, જે ખૂબ કાળજી રાખે છે, તે દુનિયામાં બીજા ન હોઈ શકે. તેમણે કહ્યું હતું કે અક્ષય બાળપણમાં ખૂબ જ મસ્તીખોર હતો. તેનું ધ્યાન વાંચનમાં ઓછું હતું. તેણે કહ્યું હતું કે અક્ષય તેના માટે એક પુત્ર કરતાં ઘણું બધું છે.

અરુણાએ એમ પણ કહ્યું હતું કે અક્ષયે તેના પતિના મૃત્યુ પછી દરેક બાબતની સંભાળ લીધી હતી, જેનાથી તેનું દુ:ખ હળવું થયું હતું. તેથી જ તે હંમેશા કહે છે કે અક્ષય કુમાર જેવો દીકરો  હોઈ જ ન શકે. અક્ષય કુમારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પણ કહ્યું છે કે તે ચોક્કસપણે તેની માતા સાથે તેના શૂટિંગમાંથી સમય કાઢીને સમય વિતાવે છે. આજે અક્ષય કુમાર એકલો પડી ગયો છે. પિતાને ગુમાવ્યા પછી, માતાની છાયા પણ હવે નથી રહી. એટલા માટે અક્ષયે પોસ્ટમાં સ્પષ્ટ લખ્યું છે. આ પીડા અસહ્ય છે.

a 97 મમ્મીએ જે આપ્યું છે તેનું ઋણ હું ક્યારે નહીં ચૂકવી શકું : અક્ષય કુમાર

આ પણ વાંચો :સલમાન ખાન, અજય દેવગન, અક્ષય કુમાર, અભિષેક સહિત 38 સેલેબ્સ સામે નોંધાઈ FIR

અભિનેતાએ મમ્મીના નિધનની જાણકારી આપતા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે, પોસ્ટમાં તેણે લખ્યું હતું કે, તે મારો મહત્વનો હિસ્સો હતી. આજે મને અસહનીય પીડા અનુભવાઈ રહી છે. મારી માતા શ્રીમતી અરૂણા ભાટિયાએ આજે સવારે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. તે બીજી દુનિયામાં મારા પિતા સાથે ફરી મળી ગઈ છે. હું તમારી દુઆઓનું સન્માન કરૂ છું કારણ કે, હું અને મારો પરિવાર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. ઓમ શાંતિ.

 આ પોસ્ટ જોયા બાદ લોકો તેમની માતાના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. ચાહકો અને બોલિવુડના કલાકારોએ કોમેન્ટ કરીને અક્ષય કુમારને સાંત્વના પાઠવી છે. અક્ષય કુમાર પોતાની માતાની ખૂબ નજીક હતા. તેઓ સોશિયલ મીડિયા પર પોતાની માતા સાથેની પોસ્ટ પણ શેર કરતા રહેતા હતા.

a 98 મમ્મીએ જે આપ્યું છે તેનું ઋણ હું ક્યારે નહીં ચૂકવી શકું : અક્ષય કુમાર

વર્ક ફ્રન્ટ પર અભિનેતા છેલ્લે જાસૂસ રોમાંચક બેલબોટમમાં જોવા મળ્યો હતો. તેમાં લારા દત્તા ભૂપતિ, વાણી કપૂર અને હુમા એસ કુરેશી પણ હતા. આ ફિલ્મ કોવિડ -19 ની બીજી લહેર બાદ થિયેટરોમાં રિલીઝ થનારી પહેલી મોટી હિન્દી ફિલ્મ હતી.

આ પણ વાંચો :ભારતી સિંહે આ રીતે ઉતાર્યું તેનું 15 કિલો વજન, આ ખાસ ડાયટને કરે છે ફોલો