Not Set/ હાઈએલર્ટ વચ્ચે દિલ્હી પોલીસે જાહેર કરી ૨ આંતકીઓની તસ્વીર, બંને રાજધાનીમાં ઘુસ્યા હોવાની આશંકા

નવી દિલ્હી, પંજાબ પોલીસ ઇન્ટેલિજન્સના ઈનપુટના આધારે પાકિસ્તાનની બોર્ડર પરથી પંજાબના ફિરોજપુરમાં ઘૂસેલા આતંકીઓનો ખુલાસો થયા બાદ રાજધાની દિલ્હીમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે આ વચ્ચે દિલ્હી પોલીસ દ્વારા બે શંકાસ્પદ આતંકીઓના સ્કેચ જાહેર કર્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, દિલ્હી પોલીસ દ્વારા જે બે આતંકીઓની તસ્વીર જાહેર કરી છે તેઓ રાજધાનીમાં ઘુસ્યા છે. આ […]

Top Stories India Trending
92WoQX9 હાઈએલર્ટ વચ્ચે દિલ્હી પોલીસે જાહેર કરી ૨ આંતકીઓની તસ્વીર, બંને રાજધાનીમાં ઘુસ્યા હોવાની આશંકા

નવી દિલ્હી,

પંજાબ પોલીસ ઇન્ટેલિજન્સના ઈનપુટના આધારે પાકિસ્તાનની બોર્ડર પરથી પંજાબના ફિરોજપુરમાં ઘૂસેલા આતંકીઓનો ખુલાસો થયા બાદ રાજધાની દિલ્હીમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે આ વચ્ચે દિલ્હી પોલીસ દ્વારા બે શંકાસ્પદ આતંકીઓના સ્કેચ જાહેર કર્યા છે.

માનવામાં આવી રહ્યું છે કે, દિલ્હી પોલીસ દ્વારા જે બે આતંકીઓની તસ્વીર જાહેર કરી છે તેઓ રાજધાનીમાં ઘુસ્યા છે.

zwztszA હાઈએલર્ટ વચ્ચે દિલ્હી પોલીસે જાહેર કરી ૨ આંતકીઓની તસ્વીર, બંને રાજધાનીમાં ઘુસ્યા હોવાની આશંકા
national-delhi-police-releases-photos-two-suspected-terrorists-entered-national-capital

આ આતંકીઓના ઘુસવાને લઈ પોલીસ દ્વારા એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અને બંને આતંકીઓ અંગે કોઈ પણ પ્રકારની જાણકારી મળે તો તે અંગે પહાડગંજ પોલીસને જણાવવામાં માટે કહેવામાં આવ્યું છે.

આ બે આતંકીઓની જાણકારી આપવા માટે પોલીસ દ્વારા બે હેલ્પલાઇન નંબર ૦૧૧-૨૩૫૨૦૭૮૭ તેમજ ૦૧૧-૨૩૨૨૪૭૪ પણ જાહેર કર્યા છે.

દિલ્હી પોલીસ દ્વારા જાહેર કરવામાં આ તસ્વીરમાં આતંકીઓ એક પથ્થરનો ટેકો લઈને ઉભા છે અને જેના પાર ઉર્દુમાં લખ્યું છે કે, દિલ્હી ૩૬૦ કિલોમીટર અને ફિરોજપુર ૯ કિલોમીટર.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા પાકિસ્તાનની બોર્ડર પરથી પંજાબના ફિરોજપુરમાં જૈશ-એ-મોહમ્મદના ૭ આતંકી ઘુસ્યા હોવાનો ખુલાસો થયો હતો. ત્યારબાદ પંજાબ પોલીસ ઇન્ટેલિજન્સના ઈનપુટના આધારે ભારત-પાકિસ્તાન બોર્ડર પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

alert delhi હાઈએલર્ટ વચ્ચે દિલ્હી પોલીસે જાહેર કરી ૨ આંતકીઓની તસ્વીર, બંને રાજધાનીમાં ઘુસ્યા હોવાની આશંકા
national-delhi-police-releases-photos-two-suspected-terrorists-entered-national-capital

આ ઉપરાંત પંજાબના પઠાનકોટમાં માધોપુરથી ચાર શંકાસ્પદ દ્વારા એક કાર લુંટવામાં આવી હતી, ત્યારે હવે આ લૂંટને પણ આતંકીના ષડયંત્ર સાથે જોડવામાં આવી રહ્યું છે.

બીજી બાજુ આ ૭ આતંકીઓ રોડ માર્ગે દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે સુરક્ષા એજન્સીઓ દ્વારા ફિરોજપુરની તમામ બોર્ડર એરિયા સીલ કરવામાં આવ્યા હતા.