Not Set/ અફઘાનિસ્તાન : કાબુલ વધુ એકવાર આતંકી હુમલાથી ધ્રુજી ઉઠ્યું, બ્લાસ્ટમાં થયા ૫૦થી વધુ લોકોના મોત

કાબુલ, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ વધુ એક આતંકી હુમલાના કારણે ધુજી ઉઠી છે. મંગળવાર રાત્રે થયેલા આ હુમલામાં અંદાજે ૫૦થી વધુ લોકો માર્યા ગયા હોવાના તેમજ ૮૦ જેટલા ઘાયલ થયાના એહવાલ પ્રાપ્ત થયા છે. જો કે આ આંકડો હજી આગળ વધવાની સંભાવના છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પૈગમ્બર મોહમ્મદના જન્મદિવસે નિમિત્તે આયોજિત એક સભામાં એકઠા થયેલા લોકોને […]

Top Stories World Trending
download 2 અફઘાનિસ્તાન : કાબુલ વધુ એકવાર આતંકી હુમલાથી ધ્રુજી ઉઠ્યું, બ્લાસ્ટમાં થયા ૫૦થી વધુ લોકોના મોત

કાબુલ,

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ વધુ એક આતંકી હુમલાના કારણે ધુજી ઉઠી છે. મંગળવાર રાત્રે થયેલા આ હુમલામાં અંદાજે ૫૦થી વધુ લોકો માર્યા ગયા હોવાના તેમજ ૮૦ જેટલા ઘાયલ થયાના એહવાલ પ્રાપ્ત થયા છે. જો કે આ આંકડો હજી આગળ વધવાની સંભાવના છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પૈગમ્બર મોહમ્મદના જન્મદિવસે નિમિત્તે આયોજિત એક સભામાં એકઠા થયેલા લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

અફઘાનિસ્તાન : કાબુલ વધુ એકવાર આતંકી હુમલાથી ધ્રુજી ઉઠ્યું, બ્લાસ્ટમાં થયા ૫૦થી વધુ લોકોના મોત
world-afghanistan-capital-kabul-suicide-bomb-explosion-50-killed

સ્વાસ્થ્ય મંત્રી વાહિદ મજરોહે કહ્યું, “આ ધમાકો ખુબ તેજ હતો અને જેમાં ૫૦ લોકોના મોત થવાની સંભાવના છે, જયારે ૮૦થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલ માં ભરતી કરવામાં આવી રહ્યા છે”.

ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ નજીબ દાનિશે જણાવ્યું હતું કે, “પૈગમ્બર મોહમ્મદના જન્મદિવસે નિમિત્તે એક હોલમાં આયોજિત ઉલેમા પરિષદની એક સભા આયોજિત કરવામાં આવી હતી. જો કે આ દરમિયાન એક આત્મઘાતી હુમલાવરે સભાની વચ્ચે વિસ્ફોટ કર્યો હતો અને પોતાની જાતને ઉડાવી દીધો હતો”.