ચેતવણી/ UGC અને AICTEએ આપી ચેતવણી, ભૂલથી પણ ભણવા ન જશો પાકિસ્તાન

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) એ શુક્રવારે પાકિસ્તાન માટે ભારતીય વિદ્યાર્થીઓને મોટી ચેતવણી આપી છે

Top Stories India
2 5 4 UGC અને AICTEએ આપી ચેતવણી, ભૂલથી પણ ભણવા ન જશો પાકિસ્તાન

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) એ શુક્રવારે પાકિસ્તાન માટે ભારતીય વિદ્યાર્થીઓને મોટી ચેતવણી આપી છે. સંયુક્ત એડવાઈઝરી જારી કરીને વિદ્યાર્થીઓને પાકિસ્તાનની કોઈપણ કોલેજ કે શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ ન લેવાનું કહેવામાં આવ્યું છે, અન્યથા તેઓ ભારતમાં નોકરી માટે અરજી કરવા અથવા દેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે લાયક ગણવામાં આવશે નહીં.

UGC અને AICTEની એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, “તમામ ભારતીય વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પાકિસ્તાનનો પ્રવાસ ન કરે. જો ભારતનો કોઈપણ નાગરિક/વિદેશી નાગરિક પાકિસ્તાનની કોઈપણ ડિગ્રી કૉલેજ/શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ લેવા માગતો હોય, તો પાકિસ્તાનમાં પ્રાપ્ત કરેલી શૈક્ષણિક લાયકાત (કોઈપણ વિદ્યાશાખામાં)ના આધારે, ભારતમાં રોજગાર મેળવવા અથવા ઉચ્ચ અભ્યાસ કરવા માટે, તે પ્રવેશ મેળવી શકશે નહીં.

જો કે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે જે લોકો પાકિસ્તાનથી ભારત આવ્યા છે તેમને છૂટ આપવામાં આવશે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, “સ્થળાંતર કરનારાઓ અને તેમના બાળકો કે જેમણે પાકિસ્તાનમાં ઉચ્ચ શિક્ષણની ડિગ્રી મેળવી છે અને જેમને ભારત દ્વારા નાગરિકતા આપવામાં આવી છે, તેઓ ગૃહ મંત્રાલય પાસેથી સુરક્ષા મંજૂરી મેળવ્યા પછી ભારતમાં રોજગાર માટે પાત્ર બનશે.”

નોંધનીય છે કે, ગયા મહિને, UGC અને AICTE બંનેએ એક સંયુક્ત એડવાઇઝરી જારી કરીને તેમને ચીનની યુનિવર્સિટીઓમાં પ્રવેશ ન લેવા જણાવ્યું હતું. આ એડવાઈઝરી કોવિડ-19 રોગચાળાને પગલે ચીનની સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રવાસ પ્રતિબંધોના પગલે આવી છે.