ઇસ્લામિક સ્ટેટ (IS) જૂથના શંકાસ્પદ આતંકવાદીઓએ મધ્ય સીરિયામાં એક ભયાનક હુમલામાં લગભગ બે ડઝન સરકાર સમર્થિત લડવૈયાઓને મારી નાખ્યા છે. IS સભ્યો દ્વારા કરવામાં આવેલા હુમલામાં સરકાર તરફી 22 લડવૈયાઓ માર્યા ગયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. એક યુદ્ધ મોનિટરિંગ સંસ્થા અને સરકાર તરફી મીડિયાએ શુક્રવારે આ માહિતી આપી. ગુરૂવારે મોડી રાત્રે સુખના શહેર નજીક સરકાર સમર્થિત કુદ્સ બ્રિગેડના સભ્યોને લઈ જતી બસ પર બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો. આથી અચાનક ચકચાર મચી ગઈ હતી.
સુખના શહેર કે જેની નજીક આતંકીઓએ હુમલો કર્યો હતો તે એક સમયે આઈએસનો ગઢ હતો. કુદ્સ બ્રિગેડમાં મોટાભાગે પેલેસ્ટિનિયન લડવૈયાઓનો સમાવેશ થાય છે, જેમને સરકાર અને રશિયા દ્વારા સમર્થન મળે છે. હુમલાની જવાબદારી તાત્કાલિક કોઈએ લીધી નથી, પરંતુ બ્રિટન સ્થિત યુદ્ધ મોનિટર સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સ અને સરકાર તરફી રેડિયો સ્ટેશન શામ એફએમ બંનેએ કહ્યું કે હુમલા પાછળ આઈએસનો હાથ છે.
કુદ્સ બ્રિગેડના 22 લડવૈયા માર્યા ગયા
સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સ અને રેડિયો સ્ટેશને જણાવ્યું કે હુમલામાં 22 લડવૈયાઓ માર્યા ગયા. માહિતી અનુશાર માર્યા ગયેલા તમામ કુદ્સ બ્રિગેડના બંદૂકધારી હતા, પરંતુ ઓબ્ઝર્વેટરીએ જણાવ્યું હતું કે મોટાભાગના મૃતકો જૂથના સભ્યો હતા. કુદ્સ બ્રિગેડ દેશના 13 વર્ષના સંઘર્ષ દરમિયાન સીરિયન સરકારી દળોની બાજુમાં લડ્યું હતું. આ સંઘર્ષને કારણે પાંચ લાખ લોકો માર્યા ગયા અને દેશની અડધી વસ્તી વિસ્થાપિત થઈ ગઈ.
આ પણ વાંચો:પાક.માં ચીની પછી હવે જાપાનીઓ પર હુમલો, ડ્રાઇવર અને સુરક્ષા ગાર્ડનું મોત
આ પણ વાંચો:ઈઝરાયેલે બદલો લેવાનું શરૂ કર્યું, ઈરાનના પરમાણુ મથક પર મિસાઈલો છોડી
આ પણ વાંચો:યુક્રેન રશિયા સાથે યુધ્ધ હારી જશે તો ત્રીજુ વિશ્વ યુધ્ધ શરૂ થશે