Not Set/ ધારાસભ્યને ભરવાડ અને મુસ્લિમના આગેવાનોએ આપી ઉગ્ર આંદેલનની ચિમકી

  વડોદરા. વડોદરાથી ખબર મળી રહી છે કે વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે ભરવાડ અને મુસ્લિમ સમાજના લોકોનો રોષ જોવા મળ્યો છે. જો કે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોના પગલે રોષ ફેલાયો હતો. ફેલાયેલા રોષને કારણે બંને સમાજના આગેવાનોએ સમાજના લોકોને સાથે રાખીને પોલીસ મથકમા અને સાયબર ક્રાઇમમાં અરજી કરી હતી. […]

Top Stories Gujarat Vadodara
cyber fariyaad ધારાસભ્યને ભરવાડ અને મુસ્લિમના આગેવાનોએ આપી ઉગ્ર આંદેલનની ચિમકી

 

વડોદરા.
વડોદરાથી ખબર મળી રહી છે કે વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે ભરવાડ અને મુસ્લિમ સમાજના લોકોનો રોષ જોવા મળ્યો છે. જો કે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોના પગલે રોષ ફેલાયો હતો.

ફેલાયેલા રોષને કારણે બંને સમાજના આગેવાનોએ સમાજના લોકોને સાથે રાખીને પોલીસ મથકમા અને સાયબર ક્રાઇમમાં અરજી કરી હતી. સમાજના આગેવાનોએ વાઘોડિયાના ધારાસભ્ય સામે સમાનને તોડવાના આક્ષેપ કર્યા હતા અને આક્ષેપને લઇને ભરવાડ સમાજના આગેવાન નારાયણ ભરવાડ અને મુસ્લિમ સમાજના આગેવાન શાહનવાઝ શેખે વાઘોડીયાના ધારાસભ્ય પાસે માફી મંગાવવાની માંગ કરી હતી.

જો કે તેમને જણાવ્યું હતું કે આગામી સમયમાં ધારાસભ્ય માફી નહી માંગે તો સમાજના લોકો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

આપને જણાવી દઈએ કે વડોદરાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો પહેલા એક વિડિયો વાયરલ થયો હતો. જેને લઈને ભરવાડ સમાજ અને મુસ્લિમ સમાજ દ્વારા અરજી આપવામાં આવી હતી. અમદાવાદ સાયબર ક્રાઇમમાં અરજી નોંધી અને એફ.આઇ.આર કરવા માંગ કરવામાં આવી હતી.

જેમાં ભરવાડ સમાજ અને મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા અરજી આપવામાં આવી હતી. જે સાયબર ક્રાઇમ દ્વારા સ્વીકારી હતી અને તેના પર એવું પણ કહેવામાં આવ્યું હતું કે ભરવાડ સમાજ અને મુસ્લિમ સમાજના લોકોને તેનાથી આઘાત લાગ્યો છે. તેથી કાયદેસરની કાર્યવાહી કરવી અને ન્યાય આપવો કે અપાવો અને આગામી દિવસોમાં તે માફી નહીં માગે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.