russia ukrain war/ યુક્રેન રશિયા સાથે યુધ્ધ હારી જશે તો ત્રીજુ વિશ્વ યુધ્ધ શરૂ થશે

યુક્રેનની ખુલ્લી ધમકી, અમેરિકા પાસે કરી મોટી માંગણી

Top Stories World
Beginners guide to 2024 04 18T204422.467 યુક્રેન રશિયા સાથે યુધ્ધ હારી જશે તો ત્રીજુ વિશ્વ યુધ્ધ શરૂ થશે

World News : રશિયા અને યુક્રેન વચ્ચેના યુધ્ધને બે વર્ષ નીતી ગયા છે. જેમાં યુક્રેને ફરી એકવાર ધમકી આપી છે. યુક્રેનના પ્રધાનમંત્રીએ કહ્યું છે કે જો યુક્રેન રશિયા સાથેનું યુધ્ધ હારી જશે તો ત્રીજુ વિશ્વ યુધ્ધ થશે.  સાથે જ તેમણે અમેરિકા પાસે માંગણી કરીને લાંબા સમયથી રોકાયેલી વિદેશી સહાયતા વિધેયકને પાસ કરવાનો આગ્રહ કર્યો હતો. યુક્રેનના પ્રધાનમંત્રી ડેનિસ શ્માઈહલે આશા વ્યક્ત કરી હતી કે અમેરિકન સંસદ બેહદ વિવાદાસ્પદ વિદેયકને પસાર કરશે. જેમાં કિવ માટે 61 અબજ ડોલર નિર્ધારિત છે. પ્રતિનિધિ સભા આ શનિવારે પેકેજ  પર મતદાન કરવાની છે.  પ્રસ્તાવમાં ઈઝરાયલ સાથે સાથે ઈન્ડો-પેસિફિક માટે પંડિંગ પણ સામેલ છે.

બીબીસી અનુસાર રશિયાનું કહેવું ચે કે યુક્રેન માટે કોઈ પણ નવી અમેરિકન સહાયતાથી યુધ્ધના મેદાનમાં કોઈ ફર્ક નહી પડે.  અમેરિકા સહિત તમામ પશ્ચિમી દેશોએ રશિયા વિરૃધ્ધ કડક પ્રતિબંધો લગાવ્યા છે અને યુક્રેનને હથિયાર, નાણાં સહિત તમામ રીતની મદદ કરી છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેસ્કીએ પશ્ચિમી દેશોને તેમના દેશને અધિક વાયુ રક્ષા પ્રણાલી પ્રદાન કરવાનો અનુરોઝ કર્યો હતો. યુક્રેનના વિદેશમંત્રી દિમીત્રી કુલેબાએ ઈટાલીમાં સાત દેશોના વિદેશ મંત્રીઓની બેઠક પહેલા વધારે મદદ માટે ઝેલેસ્કીની અપીલ દોહરાવી હતી.

યુક્રેનના પ્રધાનમંત્રી સિમહલે અમેરિકન સહાયતા સંદર્ભે કહ્યું કે અમારે પૈસાની જરૂરત કાલે નહી પણ આજે જ છે. વધુમાં તેમણે કહ્યું કે જો અમે રક્ષા નહી કરીએ તો યુક્રેન હારી જશે. સુરક્ષાની વૈશ્વિક પ્રણાલી નષ્ટ થઈ જશે અને સમગ્ર દુનિયાને સુરક્ષાની એક નવી પ્રણાલી શોધવાની જરૂર હશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સલમાનના ઘર પર ફાયરિંગના કેસમાં વધુ એક ઝડપાયો

આ પણ વાંચો:બ્રિજ ભૂષણ સિંહે યૌન ઉત્પીડન કેસમાં દિલ્હી કોર્ટનો કર્યો સંપર્ક, વધુ તપાસની કરી માગ

આ પણ વાંચો:77 વર્ષમાં ભારતની વસ્તી બમણી થશે, જાણો યુએનના રિપોર્ટમાં શું છે નવો ખુલાસો?