BHARAT BANDH/ ખેડૂતોનાં બંધને રાજ્યભરમાં વિવિધ શહેરોમાં મિશ્ર પ્રતિસાદ, આ શહેરોમાં થઈ કોંગી નેતાઓની ધરપકડ

દિલ્હી ખાતે કેન્દ્ર સરકાર સામે ખેડૂત કાયદાના વિરોધમાં હજારો અને લાખો ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે તેમ જ આજે ભારત બંધનુ એલાન કરવામાં આવ્યું છે ત્યારે બંધને પગલે  ગૃહવિબાગે પોલીસને

Top Stories Gujarat
corona 101 ખેડૂતોનાં બંધને રાજ્યભરમાં વિવિધ શહેરોમાં મિશ્ર પ્રતિસાદ, આ શહેરોમાં થઈ કોંગી નેતાઓની ધરપકડ

દિલ્હી ખાતે કેન્દ્ર સરકાર સામે ખેડૂત કાયદાના વિરોધમાં હજારો અને લાખો ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે તેમ જ આજે ભારત બંધનુ એલાન કરવામાં આવ્યું છે ત્યારે બંધને પગલે ગૃહવિબાગે પોલીસને એલર્ટ રહેવા સુચના આપી દીધી છે. આંદોલનકારી ખેડૂત આગેવાનો પર પોલીસ નજર રાખી રહી છે. ગુજરાતનાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.આજે બંધનું પાલન કરાવવા માટે વિરોધ પક્ષો દ્વારા વિરોધ પ્રદર્શન સાથે કોઇ અનિચ્છિય ઘટના ન બને તેની પોલીસ તકેદારી રાખી રહી છે. ગુજરાતમાં વિવિધ શહેરોમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા બંધનું પાલન કરાવવા માટે ખાસ અપીલો તેમજ દેખાવો થઈ રહ્યા છે તેમજ તેના સંદર્ભમાં રાજ્યભરમાં કેટલાક વિસ્તારોમાં કોંગી કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે

રાજ્યભરમાં ચેકપોસ્ટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત

આજે બંધને પગલે રાજ્યભરમાં પોલીસને જનતાની સુખાકારી માટે ખડેપગે સેવા માટે તૈનાત દેવામાં આવી છે. રાજયમાં પ્રવેશવાની તમામ ચેકપોસ્ટો ઉપર જતા આવતા વાહનોનું ચેકીંગ કરવામાં આવશે. સાથો સાથ દરેક જિલ્લાઓમાં પ્રવેશવાના તમામ નાકા ઉપર પણ ચેકપોસ્ટો ઉભી કરી દેવામાં આવી છે. રાજયના તમામ સીનીયર પોલીસ અધિકારીઓને હેડકવાર્ટર્સ નહીં છોડવા માટે તાકીદ કરી દીધી છે. સરકારી કે જાહેર પ્રોપટીને નુકસાન કરનારા તત્વો સામે સખ્ત પગલા ભરવા માટે પણ પોલીસ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. ભારત બંધ દરમ્યાન જો કોઈ બળજબરીથી બંધ કરાવશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવાની ચિમકી રાજયના પોલીસ વડા આશિષ ભાટિયાએ ઉચ્ચારી છે. કૃષિ કાયદો રદ કરવાની માંગ સાથે પંજાબ-હરિયાણાના ખેડૂતોએ શરૂ કરેલાં આંદોલનનો આજે 13મો દિવસ છે. ખેડૂતોએ 8મી ડિસેમ્બરે, એટલે આજે ભારત બંધ રાખવાનું એલાન કર્યું છે. જેને ગુજરાતમાં પણ કંઇક અંશે સમર્થન મળ્યું છે. જેમા ખેડૂત સંગઠનોએ પણ ટેકો આપ્યો છે. બંધના પગલે રાજ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે, બંધને લગતી કોઈ પણ પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકવામાં આવશે તો તે અંગે પણ કડક કાર્યવાહી કરી ગુનો નોંધવામાં આવશે.

રાજ્યભરમાં વિવિધ શહેરોમાં કોંગ્રેસ કાર્યકર્તાઓનું પ્રદર્શન તેમજ અટકાયત 

રાજકોટ શહેર કૉંગ્રેસના મહિલા પ્રમુખ મનિષાબા વાળા સહિત મહિલા કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરની પણ અટકાયત પોલીસે ઘરે જઇને કરી અટકાયત કરવામાં આવી હતી. મહિલા પ્રમુખ સહિત 7 મહિલાની અટકાયત કરવામાં આવી છે. જ્યૂબેલી બાગ નજીકથી એ ડિવિઝન પોલીસે અટકાયત કરી છે. આ સાથે રાજકોટ જંકશન મેઈન રોડ ખાતે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. કોંગ્રેસના આગેવાનો બંધને સમર્થન આપવા દુકાન બંધ કરાવા નીકળ્યા છે. પ્રદેશ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ વેપારીઓને દુકાન બંધ રાખવાની અપીલ કરી હતી.એનસીપીએ પણ બંધને ટેકો આપી કાર્યકરો ને બજારો બંધ કરાવવા સૂચના આપી છે. જિલ્લા મથકોએ એનસીપીએ ભાજપની ઠાઠડી કાઢી વિરોધ કરવા નક્કી કર્યુ છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ બંધને સમર્થન આપ્યુ છે. આમ આદમી પાર્ટીએ પણ બંધને સમર્થન આપી રાજ્યભરમાં દેખાવો કરવા આયોજન કર્યુ છે.ભારત બંધના એલાનને ગુજરાત કોંગ્રેસે સમર્થન આપ્યુ છે. બંધને સફળ બનાવવા કોંગ્રેસ પ્રદેશ નેતાઓની એક બેઠક મળી હતી જેમાં ધારાસભ્યોને પોતાના મત વિસ્તારમાં હાઇવે ચક્કાજામ કરવા, વિરોધ પ્રદર્શન કરવા સૂચના અપાઇ છે. આ ઉપરાંત પોલીસ સાથે ઘર્ષણમાં ન ઉતરવા પણ કાર્યકરોને આદેશ કરાયો છે.પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ એવો આક્ષેપ કર્યો કે, બઁધના એલાનના પગલે સરકાર ફફડી ઉઠી છે. આ બંધને કોંગ્રેસે ટેકો જાહેર કર્યો છે. કૃષિ કાયદાનો કોંગ્રેસ પહેલેથી વિરોધ કરી રહ્યુ છે. મુખ્યમંત્રી બંધમાં જોડાય નહી તે માટે ટીવીના માધ્યમથી લોકોને ડરાવી રહ્યાં છે. બંધમાં લોકો સ્વૈચ્છિક રીતે જોડાય તે માટે અપીલ કરવામાં આવી છે. એનસીપીએ પણ બંધને ટેકો આપી કાર્યકરો ને બજારો બંધ કરાવવા સૂચના આપી છે. જિલ્લા મથકોેએ એનસીપીએ ભાજપની ઠાઠડી કાઢી વિરોધ કરવા નક્કી કર્યુ છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ બંધને સમર્થન આપ્યુ છે.

Cancelled / ખેડૂત આંદોલનના કારણે આજે આટલી ટ્રેનો રદ, જાણો યાદી…

વડોદરા શહેર કોંગ્રેસે નેશનલ હાઇવે 8 પર ટાયર સળગાવ્યા, જાંબુવાથી તરસાલી હાઈવે પર ટાયર સળગાવ્યા,હાઈવે પર ખેડૂત સમર્થનમાં નારા લગાવ્યા ,ભારત બંધના પગલે કોંગ્રેસનો આક્રમક કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. તેની વચ્ચે વડોદરા પોલીસ ઊંઘતી રહી, કોંગ્રેસે સફળ કાર્યક્રમ કરી નાંખ્યો, જૂનાગઢમાં ભારત બંધનાં એલાનની અસરકોંગ્રેસના ધારાસભ્ય ભીખા જોષી બંધ કરાવા નીકળ્યા,અમિત પટેલ વહેલી સવારથી બંધ કરવા નીકળ્યા,દુકાનોમાં સામાન અંદર મુકતા નજરે પડ્યા હતા.ગાંધીનગર આલમપુર શાકમાર્કેટ શરૂ કરવામાં આવ્યા બાદમાર્કેટની અંદર 83 જેટલી દુકાનો ખુલ્લી હતી. આ વેળાએ પ્રદર્શન કરી રહેલાકોંગ્રેસના સી.જે.ચાવડાને કરાયા ડીટેઈન કરવામાં આવ્યા હતા.

સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ પ્રમુખ ચેતન ગઢિયાને વિરોધ પ્રદર્શન કરતી વખતેવીરપુર પોલીસે તેમના ઘરેથી ડિટેઇન હતા એ જ રીતે મહેસાણામાં કોંગેસ કાર્યકર્તાઓની તેમના ઘરેથી જ કરી અટકાયત કરી અને વિરોધ પ્રદર્શન કરે તે પહેલા પોલીસ સ્ટેશન લવાયા હતા.જામનગર કોંગ્રસના નેતાઓની કરાઈ, અલાલપુર બાયપાસ નજીક વિરોધ કરતા અટકાયત કરવામાં આવી હતી તેઓ હાઈવે પર ચક્કાજામ કરવા જતા હતા ત્યારે અટકાયત કરવામાં આવી હતી.કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.

BHARAT BANDH / RJD નાં કાર્યકર્તાઓએ ભારત બંધનાં સમર્થનમાં જાહેરમાં સળગાવ્યા…

અમદાવાદમાં પણ તેવું થવાની આશંકા થી અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલને પોલીસે તેમના ઘરે જઈને ત્યાં જનજરકેદ રાખ્યા હતા.અમદાવાદ કોંગ્રેસનાં ધારાસભ્યો સી.જે.ચાવડાની અને ગ્યાસુદ્દીન શેખની કરાઇ અટકાયત કરવામાં આવી હતી તેમજઅમદાવાદ વિપક્ષ નેતા કમલા ચાવડાને નજરકેદ કરવામાં આવ્યા હતા. બંધ એલાનને નિષ્ફળ બનાવવા નીકળેલા કોંગ્રેસ પક્ષના દાણીલીમડા વોર્ડ મ્યુ કાઉન્સિલર શ રહીમભાઈ ડી સુમરા મુન્નાભાઈ રમીલાબેન પરમાર બહેરામપુરા વોર્ડનાં મ્યુ કાઉન્સિલર કમરુદિન પઠાણ ,જરીનાબેન રંગરેજ વોર્ડ પ્રમુખ સલીમભાઈ સાબુવાલા વોર્ડ પ્રમુખ જફરભાઈ અજમેરી ,દાણીલીમડા વિધાનસભાનાં પ્રભારી દિનેશ કે પરમાર અમદાવાદ શહેર મહામંત્રી ગુલામનબી શેખ મંત્રી ગીરીશભાઈ પીલવયકરની દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં અટકાયત કરવામાં આવી હતી.

ભારત બંધ: ‘ભારત બંધ’ને અમદાવાદના રિક્ષા ચાલકોએ આપ્યું સમર્થન…

 બંધને મળ્યો મિશ્ર પ્રતિસાદ

સુરત APMC બંધનો માહોલ જોવા મળ્યો હતો આ દરમિયાન કોંગ્રેસ મહિલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.પોલીસ દ્વારા કડક બંદોબસ્ત તૈનાત ભારત બંધને સુરત APMC દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.કોંગ્રેસ આલમપૂર APMC માર્કેટ બંધ કરાવવા પહોંચશે,કોંગ્રેસે વિરોધની જગ્યા બદલી નાખી છે. આ પહેલાચિલોડા સર્કલ પર વિરોધ કરવાના હતા.આલમપૂર APMC માર્કેટ બંધ કરાવવા પહોંચશેધારાસભ્ય c j ચાવડાની આગેવાનોમાં બંધ કરાવશે.વડોદરા APMC ચાલુ રહેશે.પરંતુ હવે રાબેતા મુજબ શરૂ રહેશે.મહેસાણા બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ થયો હતો.ક્યાંક દુકાનો ખુલ્લી તો ક્યાંક બંધ જોવા મળી હતી.ભારત બંધને ગ્રામ્ય વિસ્તારોમાં સમર્થન જોવા મળ્યું હતું.સાણંદ ખાતે બજારોમાં સન્નાટો જોવા મળ્યો હતો.સાણંદના વેપારીઓએ ખેડૂતોને આપ્યું સમર્થન આપ્યું હતું તેમજસાણંદ બજારની તમામ દુકાનો બંધમાં જોડાઈ હતી. જ્યારે કોંગી નગરસેવિકાનો અનોખો વિરોધ જોવા મળ્યો હતો. નગર સેવિકા જેનમબેન ખફી બળદગાડામાં નીકળ્યા હતા ત્યારેપોલીસે નગર સેવિકાની કરી અટકાયત કરી હતી.રાજકોટ માર્કેટીગ યાર્ડમાં હરાજી બંધ ખેડૂતો નહી આવતા હરાજી બંધ કરાઈ હતી.જામજોધપુર, લાલપુર,ભાણવડ બંધધ્રોલ કાલાવડમાં 50 ટકા બંધની અસર જોવા મળી હતી જ્યારેદ્વારકા,ખંભાળીયામાં બંધની અસર જોવા મળી નહીં.ભારત બંધના એલાન વચ્ચે જૂનાગઢ શાકભાજી યાર્ડ રાબેતા મુજબ શરૂ થયું છે. શાકભાજીની ખેતી કરતા ખેડૂતોએ યાર્ડમા શાકભાજી લાવ્યા છે. શાકભાજી યાર્ડમા બંધની અસર જોવા મળી નથી રહી. ત્યારે બીજી બાજુ એશિયાના સૌથી મોટા ઊંઝા માર્કેટયાર્ડ પર ભારત બંધની અસર જોવા મળી રહી છે. આજે માર્કેટયાર્ડના મોટા ભાગના વેપારીઓ પોતાના ધંધા રોજગારથી અળગા રહ્યા છે. સત્તાવાર રીતે ઊંઝા માર્કેટયાર્ડ આજે ચાલુ છે. માર્કેટયાર્ડ દ્વારા હરાજી જાહેરાત કરાઈ છે પરંતુ મોટા ભાગના વેપારીઓ હરાજીના કામકાજમાં જોડાઇ નથી રહ્યાં.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…