Surat/ ભાજપના MLA અધિકારીઓનાં સરકારી જવાબોથી થયા નારાજ, કહ્યું, હવે પરિણામ આપો વાયદા નહીં

સુરતના વરાછા વિસ્તારનાં ધારાસભ્ય કુમાર કાનાણી અધિકારીઓની કામગીરીથી નારાજ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓએ સોશિયલ મીડિયા પર પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

Top Stories Gujarat Surat
MLA

ભાજપ સરકારના શાસનમાં ભાજપનાં જ નેતા દ્વારા બળાપો કાઢવામાં આવ્યો છે. રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી અને વરાછા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ અધિકારીઓ સા બળાપો કાઢ્યો છે. તેમણે કહ્યું હતું કે, 25 વર્ષથી સરકારી જવાબો સાંભળીને કંટાળી ગયો છું. હવે પરિણામ આપો વાયદા નહીં

સુરતના વરાછા વિસ્તારનાં ધારાસભ્ય કુમાર કાનાણી અધિકારીઓની કામગીરીથી નારાજ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓએ સોશિયલ મીડિયા પર પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. મત વિસ્તારમાં લોકોના કામ નહીં થતા તેઓએ સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી છે. અધિકારીઓની નિષ્ક્રિયતાના કારણે જનતાના કામ અટવાયાનો સૂર વ્યક્ત કર્યો છે. કુમાર કાનાણીએ સોશિયલ મીડિયા પર રોષ ઠાલવતા કહ્યું છે કે, પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ તાત્કાલિક થવુ જોઈએ. તંત્રની સામે માથા પછાડીએ તો જ કામ થાય છે. વરાછામાં રોડનું કામ અટવાયું છે. વહીવટી તંત્રને હું રજૂઆત કરુ છું છતાં કામ નથી થયું. અમારી પાસે જે કોઈ પ્રશ્નો આવે તે અમે રજૂઆત કરતા જ હોઈએ છીએ. લોકો રસ્તાનું કામ ન થતા પરેશાન થઈ ગયા છે. અધિકારીઓ પર પણ દબાણ કરીએ એટલે કામ કરે છે.

 વરાછામાં રસ્તાઓ પર ખાનગી બસ અને અન્ય વાહનો તેમજ સ્કૂલ વાહોનોના દબાણો છે. તેની અનેક ફરિયાદ કરવામાં આવી છતા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. 25 વર્ષોથી સરકારી જવાબો સાંભળીને થાકી ગયો છું. હવે પરિણામો જોઈએ. ખોટા વાયદાઓ નહીં, તેવું મનપા કમિશનરને સંભળાવી દીધુ.

કુમાર કાનાણીએ વધુમાં કહ્યું હતું કે, અધિકારીઓએ જાતે જ કામ કરવું જોઈએ. પરંતુ અધિકારીઓ માત્ર જવાબો જ આપે છે. અધિકારીઓએ માત્ર જવાબ નહીં કામ કરીને બતાવવું પડશે. હુ જવાબ ઉઠાવતો રહીશ. અધિકારીઓએ કામ તો કરવું જ પડશે. દર ચોમાસાએ એકની એક જ જગ્યા પર રોડ કેમ તુટે છે? એક જ જગ્યા એ રોડ તુટે તો તેમનું સામાધાન શોધવું જોઈએ ને. જો કે, કુમાર કાનાણીની નારાજગી અંગે મેયરે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું. તો સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેને પણ કુમાર કાનાણી અંગે પ્રતિક્રિયા આપવાનો ઈન્કાર કર્યો હતો.

આ પણ વાંચો:ભાષણ આપતા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ભાવુક થયા, સભ્યોને કરી આ અપીલ