Uttarpradesh News : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને ગોરક્ષપીઠાધીશ્વર યોગી આદિત્યનાથે વાસંતિક નવરાત્રિની નવમી તિથી પર ગોરક્ષપીઠની પરંપરા મુજબ કન્યા પૂજન કર્યું હતું. યોગીએ સૌથી પહેલા નાની બાળકીઓના પગ ધોયા હતા. બાદમાં તેમણે ગોરખનાથ મંદિરના નવ ભોજનાલયમાં આયોજીત કન્યા પીજન કાર્યક્રમમાં નૌ દુર્ગા સ્વરૂપ કન્યાઓનું વિધિ-વિધાનથી પૂજન કર્યું હતું. તેમણે કન્યાઓના માથા પર રોલી, ચંદન અને અક્ષતનું તિલક લગાવ્યું હતું.
આ પ્રસંગે તેમણે કન્યાઓના પગ ધોયા હતા અને ચુંદડી ઓઢાડી આરતી ઉતારીને ભોજન કરાવ્યું હતું. બાદમાં તેમને દક્ષિણા આપીને તેમના આશીર્વાદ લીધા હતા. પૂજન બાદ કન્યાઓને મંદિરમાં બનેલા તાજો ભોજન પ્રસાદ પોતાના હાથે પિરસ્યો હતો. કન્યાઓ ઉપરાંત મોટી સંખ્યામાં આવેલા બટુકોને પણ ભોજન કરાવી ભેટ અને દક્ષિણા આપી હતી.
યોગી આદિત્યનાથે સ્રીરામનવમીના મહાપર્વ ઉપર વિધી-વિધાનતી ભાગવાન શ્રીરામનો જન્મોત્સવ મનાવ્યો હતો. આ પ્રસંગે મંદિર પરિસર શ્રીરામના ભજનોથી ગુંજી ઉઢ્યું હતું. યોગીએ બપોરે 12 વાગતા જ પારમામાં બિરાજમાન પ્રભુ શ્રીરામના બાળ સ્વરૂપના વિગ્રહની વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજા-અર્ચના કરી હતી. પ્રભૂ વિગ્રહને તિલક લગાવી માલા અર્પણ કરી પૂજા કરી હતી. બાદમાં તેમણે ભગવાનને પારમામાં ઝુલાવ્યા હતા. આ પર્વ પર યોગીએ ભગવાન શ્રીરામ પાસે લોકમંગળની પ્રાથના કરી હતી.
આ પણ વાંચો: જલગાંવની કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 17 કામદારો ઘાયલ
આ પણ વાંચો: મહિલા કોન્સ્ટેબલ અને પુરુષ કોન્સ્ટેબલના શંકાસ્પદ અવસ્થામાં મળ્યા મૃતદેહ
આ પણ વાંચો: પ્લેનમાં જૂતા ઉતારી ટેબ્લેટ ખોલીને વડાપ્રધાન મોદીના રામલલાને ઓનલાઈન પ્રણામ