Not Set/ પ્રશાંત કિશોરનો નીતીશ કુમાર પર તંજ, ગાંધી અને ગોડસે એક સાથે નહી ચાલી શકે

બિહારની રાજધાની પટનામાં પત્રકાર પરિષદમાં બોલતા રાજકીય મેનેજર પ્રશાંત કિશોરે કહ્યું કે, મારી અને નીતીશજી વચ્ચેનો સંબંધ રાજકીય નહોતો. તેમણે મને તેમનો પુત્ર માન્યો હતો. હું નીતીશજીનાં નિર્ણયને હૃદયપૂર્વક આવકારું છું. પ્રશાંત કિશોરે આરોપ લગાવ્યો કે નીતીશજી તેમની સાથે છે, જે ગોડસેની વિચારધારાને અનુસરે છે. પ્રશાંત કિશોરે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગાંધી અને ગોડસે સાથે […]

Top Stories India
Prashant Kishor1 પ્રશાંત કિશોરનો નીતીશ કુમાર પર તંજ, ગાંધી અને ગોડસે એક સાથે નહી ચાલી શકે

બિહારની રાજધાની પટનામાં પત્રકાર પરિષદમાં બોલતા રાજકીય મેનેજર પ્રશાંત કિશોરે કહ્યું કે, મારી અને નીતીશજી વચ્ચેનો સંબંધ રાજકીય નહોતો. તેમણે મને તેમનો પુત્ર માન્યો હતો. હું નીતીશજીનાં નિર્ણયને હૃદયપૂર્વક આવકારું છું. પ્રશાંત કિશોરે આરોપ લગાવ્યો કે નીતીશજી તેમની સાથે છે, જે ગોડસેની વિચારધારાને અનુસરે છે. પ્રશાંત કિશોરે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગાંધી અને ગોડસે સાથે નહીં ચાલી શકે.

બિહારનાં મુખ્ય પ્રધાન નીતીશ કુમારની પ્રશંસા કરતા પ્રશાંત કિશોરે કહ્યું કે, બિહારનો વિકાસ નીતિશ કુમારનાં ભાજપ સાથે રહ્યા દ્વારા થયો હતો. 15 વર્ષમાં બિહારમાં ઘણો વિકાસ થયો છે, પરંતુ વિકાસની ગતિ ધીમી છે. 2005 ની બિહારની સ્થિતિ આજે પણ એવી જ છે. 2005 માં મૂડી આવકમાં બિહાર 22 મા ક્રમે હતુ, તે આજે પણ આ જ નંબર પર છે.

પ્રશાંત કિશોરે કહ્યું કે અગાઉની સરકારોએ કંઇ કર્યું નથી, આ કારણથી નીતીશજીને લાગે છે કે તેમણે ઘણું બધુ કર્યું છે. હું એટલા માટે નથી બેઠો કે કોઇ રાજકીય પક્ષ બનાવીને ચૂંટણી લડુ. હું બિહારમાં ચૂંટણી લડવા નથી આવ્યો. હું જીવીશ ત્યાં સુધી હું બિહારની સેવા કરીશ. આ માટે 20 ફેબ્રુઆરીથી એક અભિયાન શરૂ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.