Indian Team-Asia cup/ BCCIએ એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી, રાહુલ-ઐયરની વાપસી

એશિયન ક્રિકેટમાં વર્ચસ્વનું ઉપનામ ગણાતો એશિયા કપ 30 ઓગસ્ટથી રમાશે. બીસીસીઆઈએ આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. BCCIએ 2023 એશિયા કપ માટે 17 સભ્યોની ટીમની પસંદગી કરી છે.

Top Stories Sports
Asia Cup squad BCCIએ એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી, રાહુલ-ઐયરની વાપસી

એશિયન ક્રિકેટમાં વર્ચસ્વનું ઉપનામ ગણાતો Indian Team-Asia Cup એશિયા કપ 30 ઓગસ્ટથી રમાશે. બીસીસીઆઈએ આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. BCCIએ 2023 એશિયા કપ માટે 17 સભ્યોની ટીમની પસંદગી કરી છે. આમ ભારતે આ વખતે એશિયા કપમાં પ્રયોગો કરવાનું રહેવા દીધું છે અને તેની મૂળ ટીમ પર પસંદગી ઉતારી છે. શ્રેયસ ઐયર અને કેએલ રાહુલ પરત ફર્યા છે. નવોદિતમાં ફક્ત તિલક વર્માને સમાવાયો છે. જ્યારે ઇશાન કિશન રિઝર્વ વિકેટકીપર છે. આના પગલે તે પણ સ્પષ્ટ થઈ ગયું છે કે રાહુલ અને રોહિત શર્મા જ ઓપનિંગ કરશે.

જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ શિરાજ પરત ફરતા બોલિંગ આક્રમણ મજબૂત બન્યું છે. આ સિવાય ઓલરાઉન્ડર તરીકે અક્ષર પટેલ અને પ્રખ્યાત કૃષ્ણા છે.

2023 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાને રિંકુ સિંહના રૂપમાં Indian Team-Asia Cup એક મજબૂત મેચ ફિનિશર મળ્યો છે. રિંકુ સિંહ 2023 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે નંબર-7 પર બેટિંગ કરવા માટે વધુ સારો વિકલ્પ સાબિત થશે. ટીમ ઈન્ડિયાના મિશન વર્લ્ડ કપ 2023 માટે આયર્લેન્ડ સામેની ટી-20 સિરીઝમાં રિંકુ સિંહનું ચમકવું એ સારા સમાચાર છે. આયર્લેન્ડ સામે રવિવારે રમાયેલી બીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં રિંકુ સિંહે તેની વિસ્ફોટક બેટિંગનું ટ્રેલર બતાવ્યું છે. રિંકુ સિંહે 21 બોલમાં 38 રન ફટકાર્યા જેમાં 2 ફોર અને 3 સિક્સ સામેલ છે.

2023 વર્લ્ડ કપ શરૂ થવામાં હવે દોઢ મહિનાથી પણ ઓછો Indian Team-Asia Cup સમય બાકી છે. ટીમ ઈન્ડિયાને 2023 વર્લ્ડ કપ માટે એક પરફેક્ટ મેચ ફિનિશર મળી ચૂક્યું છે, જે 12 વર્ષ બાદ ODI વર્લ્ડ કપ ટ્રોફી જીતી શકે છે. ભારતીય ટીમને એવો ખતરનાક ફિનિશર મળ્યો છે, જેની તેમણે વર્ષોથી રાહ જોઈ રહી હતી. ભારતીય ટીમનો આ ખેલાડી જ્યારે પણ પીચ પર પગ મૂકે છે ત્યારે તે પોતાની તોફાની બેટિંગથી હારેલી મેચમાં પણ પોતાની ટીમને જીત અપાવી દે છે.

2023 એશિયા કપ માટેની ભારતીય ટીમ – રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન (રિઝર્વ વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષય પટેલ શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને પ્રખ્યાત કૃષ્ણા.