કૌભાંડ/ સુરત મહાનરપાલિકામાં સિક્યુરિટી ગાર્ડ મૂકવાને લઈ લાગ્યા કૌભાંડના આરોપ, AAP દ્વારા લગાવાયા…

સુરત મહાનગરપાલિકાના અધિકારીને સાથે રાખીને વોર્ડ નંબર 16 ની અંદર જેટલી જગ્યાએ સિક્યુરિટી ગાર્ડ ડ્યુટી કરે તેવી દરેક જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 

Gujarat Surat
Untitled 175 13 સુરત મહાનરપાલિકામાં સિક્યુરિટી ગાર્ડ મૂકવાને લઈ લાગ્યા કૌભાંડના આરોપ, AAP દ્વારા લગાવાયા...

@દિવ્યેશ પરમાર 

સુરત મહાનગરપાલિકા દ્વારા સિક્યુરિટી ગાર્ડ મુકવા માટે એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યા છે. આ કોન્ટ્રાકટર દ્વારા મુકવામાં આવેલા સિક્યુરિટી ગાર્ડનું શોષણ થતું હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી ના કોર્પોરેટર દ્વારા વોર્ડ નમ્બર 16 માં કૌભાંડ બહાર લાવવા માં આવ્યું હતું.

સુરતમાં વોર્ડ નંબર 16 માં  અલગ અલગ જગ્યાએ દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન જે સિક્યુરિટી ગાર્ડ નોકરી કરે છે એનું ભરપૂર શોષણ કરવામાં આવે છે એવી માહિતી ‘આપ’ નાં કોર્પોરેટર જીતેન્દ્ર કાછડીયા અને દંડક શોભનાબેન કેવડિયાને  મળતા  રાત્રી દરમિયાન સુરત મહાનગરપાલિકાના અધિકારીને સાથે રાખીને વોર્ડ નંબર 16 ની અંદર જેટલી જગ્યાએ સિક્યુરિટી ગાર્ડ ડ્યુટી કરે તેવી દરેક જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ચેકિંગ દરમ્યાન એવી માહિતી સામેં આવી કે જે સિક્યુરિટી ગાર્ડની 8 કલાકની ડ્યુટી હોય છે તેમની પાસે 16 કલાક 18  કલાકની ડ્યુટી કરાવવામાં આવે છે, તેમ જ તેમનું શોષણ કરવામાં આવે છે. 18-18  કલાક ડ્યુટી કરે તો પણ 9,000 કે 11,000 જેટલો જ પગાર આપવામાં આવે છે.  આવી બધી જગ્યા ઉપર રાત્રે ચેકિંગ કરવામાં આવ્યું તેમાં ગેરરીતિ ઓ  સામે આવી.હતી.

સિક્યુરિટી ગાર્ડને 8 કલાક નો પગાર આશરે 16 થી 18 હજાર નો  ચુકવવામાં આવ્યો હોય છે,  પણ પાલિકા  એ આપેલા કોન્ટ્રાકટર ના ગાર્ડ પાસે 16 થી 18 કલાક કામ કરાવીને  આશરે 9 થી 11 હજાર જ પગાર આપવામાં આવે છે.. સિક્યુરિટી એજન્સી સિક્યુરિટી ગાર્ડ નું મોટા પ્રમાણમાં શોષણ કરે છે આ ખાલી વોર્ડ નંબર 16 માં જ નહીં,  પણ આખા સુરતમાં ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.  અને આમાંથી અમુક ગાર્ડ ની વય 60 વર્ષની ઉંમર કે તે કરતા પણ વધુ હોવા છતાં ડ્યુટી પર હોવાના આક્ષેપ પણ કરાયા હતા .આવી  કંપનીને બ્લેક લિસ્ટ કરવી જોઈએ અને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેવું જીતેન્દ્ર કાછડીયા એ જણાવ્યું હતું.

વધુમાં જીતેન્દ્રભાઈ એ જણાવ્યું કે કોઈ જગ્યાએ બે અથવા કોઈ જગ્યાએ ત્રણ ગાર્ડ 24 કલાક માટે તૈનાત રાખવાના હોય છે,  તેમ છતાં રાત્રે દરમિયાન કોઈ જગ્યાએ બે કે કોઈ જગ્યાએ એક જ તૈનાત હોય છે, તો બાકીના સિક્યુરિટી ગાર્ડ નો ક્યાં જાય છે .. તેવા સવાલો પણ કર્યા હતા. સાથેજ વિપક્ષ દંડક શોભનાબેન કેવડિયા એ જણાવ્યું હતું કે સિક્યુરિટી ગાર્ડને આઈ કાર્ડ આપવાના હોય છે પણ ઘણી જગ્યાએ આઈ કાર્ડ પણ આપવામાં આવતા નથી જે આ રાત્રિ દરમ્યાન ઘણી જગ્યા એ સામે આવ્યું હતું.

આ પણ વાંચો:દારૂની હેરાફેરી માટે ઈસમોનો નવો વેપલો, હવે વૈભવી કારમાં….

આ પણ વાંચો:સુરતમાં 1839થી લઈ 2023 સુધીના કેમેરાનું પ્રદશન વર્લ્ડ ફોટોગ્રાફી ડે પર ખુલ્લું મુકાયું

આ પણ વાંચો:મારી માટી મારા દેશ અંતર્ગત સુરત પોલીસ દ્વારા કબડ્ડીની ફાઇનલ મેચ યોજાઈ

આ પણ વાંચો:સુરતના ડીંડોલી ખાતેના વૃદ્ધાશ્રમ ની અનોખી સેવા