Surat/ મારી માટી મારા દેશ અંતર્ગત સુરત પોલીસ દ્વારા કબડ્ડીની ફાઇનલ મેચ યોજાઈ

સમગ્ર દેશ માં મારી.માટી મારા દેશ અંતર્ગત સુરત પોલીસ દ્વારા તમામ ઝોન મા કબડ્ડી સ્પર્ધા નું આયોજન કર્યું હતું..જેમાં આજે ફાઇનલ મેચ યોજાઈ હતી..આ મેચ માં ગૃહરાજ્ય મંત્રી અને રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી વિજેતા ટિમ અને રનર અપ ટિમ ને પ્રોત્સાહન રૂપે ટ્રોફી અને ઇનામ વિતરણ કર્યું હતું

Gujarat Surat
4 92 3 મારી માટી મારા દેશ અંતર્ગત સુરત પોલીસ દ્વારા કબડ્ડીની ફાઇનલ મેચ યોજાઈ

સુરત પોલીસ દ્વારા મારી માટી મારો દેશ અંતર્ગત સુરત પોલીસ દ્વારા તમામ ઝોનમાં કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં સ્થાનિક લોકોની ટીમ તેમજ પોલીસની પુરુષ અને મહિલાની અલગ અલગ ટિમોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ફાઇનલ મેચ યોજાઈ હતી .જેમાં જોન 5 અને પોલીસ હેડ ક્વાર્ટરની મહિલા ટિમ સેમ સામે ટકરાઈ હતી. જેમાં ઝોન 5 મહિલા ટીમ રનર અપ થઈ હતી અને મહિલા હેડ ક્વાર્ટરની ટિમ વિજેતા થઈ હતી.

આ મેચ નિહાળવા ખાસ ગૃહ રાજ્ય અને રમત ગમત મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિજેતા ટિમ ને હર્ષ સંઘવી દ્વારા વિજેતા અને રનર અપ ટીમને ટ્રોફી આપી સન્માનિત કરી ઇનામ વિતરણ કરાયું હતું. મહત્વનું છે કે પોલીસ ફિટ રહે અને સ્પોર્ટ્સ પ્રત્યે રુચિ વધે તે માટે સ્પર્ધા નું આયોજન કરાયું હતું. જેમાં ગૃહ રાજ્ય અને રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ કોઈ રાજકીય નથી અને અહીંયા તમામ સમાજ ના લોકો ઉપસ્થિત થયા છે. સ્પર્ધા યોજવા બદલ ગૃહ રાજ્ય મંત્રી એ સુરત પોલીસ કમિશનરને અભિનંદન પાઠવ્યા હતા..સાથે જ જણાવ્યું હતું કે દેશ ભર માં દેશ ભાવના જાગે તે હેતુ થી એક પ્રયાસ કરાયો છે.. માટી ની રમત તરફ સૌ કોઈ લોકો ને લઈ જવા માટે નો એક પ્રયાસ કરાયો છે