માનવતાનું ઉત્તમ ઉદાહરણ/ સુરતના ડીંડોલી ખાતેના વૃદ્ધાશ્રમ ની અનોખી સેવા

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલ મહાદેવ નગરમા ઓલ્ડ એજ નામનું વૃદ્ધાશ્રમ આશ્રમ આવેલું છે. આ વૃદ્ધાશ્રમમાં રોડ પરથી મળી આવેલા બીમાર ઇજા ગ્રસ્ત વૃદ્ધ તેમજ માનસિક વૃધ્ધોને સાચવે છે અત્યારે 150 જેટલા વૃદ્ધો સારવાર બાદ સાજા થઈ વૃદ્ધાશ્રમ માં આશ્રય લઈ રહ્યા છે

Top Stories Gujarat Surat
4 92 2 સુરતના ડીંડોલી ખાતેના વૃદ્ધાશ્રમ ની અનોખી સેવા

@દિવ્યેશ પરમાર

સુરતના ડીંડોલી વિસ્તારમાં મહાદેવ નગરમાં છેલ્લા ચાર વર્ષથી વૃદ્ધાશ્રમ કાર્યરત થયેલું છે. જેમના સંચાલક અનિલ ભાઈને એક વિચાર આવ્યો અને ત્યારબાદ નિર્માણ થયું વૃદ્ધાશ્રમ. અનિલ બાગલે રોડ પરથી પસાર થતા હતા તે દરમ્યાન એક દાદી રોડ ક્રોસ કરી રહ્યા હતા અને તે દરમ્યાન તેમની સાથે બાઈક અથડાઈ જતી.બાઈક અથડાઈ જતા દાદીમાં ઈજાગ્રસ્ત થયા હતા. જોકે આ દાદી એકલા પોતાનું જીવન વિતાવતા હતા તેથી તેમની સારસંભાળ કોઈ રાખતું ના હોવાથી દાદી રોડ પર આવ્યા હતા.

ત્યારબાદ અનિલ બાગલે અને તેમની ટીમે નક્કી કર્યું કે આવી રીતે રોડ પર રહેતા બિન વરસી લોકો માટે એક આશ્રમ બનાવીએ ત્યારબાદ આશ્રમની સ્થાપના કરાઈ અને ત્યારબાદથી લઈ આજદિન સુધી 150 જેટલા બિનવારસી વૃદ્ધાઓ આશ્રમમાં આશ્રય લઈ રહ્યા છે. પોલીસ ,હોસ્પિટલ સહિતની જગ્યા એ આવતા બિન વારસી લોકોને આશ્રમ ખાતે મૂકી જતા હોય છે.

આશ્રમમાં બીમાર વૃદ્ધોની સેવા કરી તેમને સાજા કરવામાં આવે છે અને તેમને આશ્રમમાં જ રાખવામાં આવે છે. અનિલ ભાઈના પત્ની પણ આશ્રમના વૃદ્ધોને સાચવવાના કામમાં લાગી ગયા છે અને સવાર ,બપોર અને સાંજે તમામને ભોજન બનાવીને આપે છે. આમાં બને લોકો આશ્રમમાં વૃદ્ધોને નિઃશુલ્ક રાખી તેમની સેવા કરે છે.  ખરેખર આજના સમય મા માનવતાનું ઉત્તમ ઉદાહરણ બને દંપતી પૂરું પાડે છે.