ચિત્રદુર્ગઃ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) નું તાપસ DRDO Drone Crash માનવરહિત એરિયલ વ્હીકલ (યુએવી) રવિવારે સવારે કર્ણાટકના ચિત્રદુર્ગમાં એક ગામ નજીકના ખેતરમાં ક્રેશ થયું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, TAPAS ટ્રાયલ દરમિયાન UAV ક્રેશ થયું છે.
ડીઆરડીઓ દ્વારા તાપસ ડ્રોન વિકસાવવામાં આવી રહ્યું છે
આ અંગે સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે, “ડીઆરડીઓ દ્વારા વિકસિત તાપસ ડ્રોન કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાના એક ગામમાં ટ્રાયલ દરમિયાન ક્રેશ થયું હતું.” અકસ્માત સ્થળને જોવા સ્થાનિક ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા
#WATCH | A Tapas drone being developed by the DRDO crashed today during a trial flight in a village of Chitradurga district, Karnataka. DRDO is briefing the Defence Ministry about the mishap and an inquiry is being carried out into the specific reasons behind the crash: Defence… pic.twitter.com/5YSfJHPxTw
— ANI (@ANI) August 20, 2023
તેમણે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે, “DRDO દુર્ઘટના વિશે સંરક્ષણ મંત્રાલયને માહિતી આપી રહ્યું છે અને દુર્ઘટના પાછળના ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે.” તે જ સમયે, ડ્રોન ક્રેશના સમાચાર ફેલાતા જ સ્થાનિક ગ્રામજનો અકસ્માત સ્થળને DRDO Drone Crash જોવા માટે દોડી આવ્યા હતા. તસ્વીરોમાં ક્ષતિગ્રસ્ત UAV અને તેના સાધનો ખુલ્લા મેદાનમાં પથરાયેલા જોવા મળ્યા હતા.
તાપસ ડ્રોન અગાઉ રૂસ્તમ-2 તરીકે ઓળખાતું હતું
એરિયલ સર્વેલન્સ માટે ટેક્ટિકલ એરબોર્ન પ્લેટફોર્મ – બિયોન્ડ હોરાઇઝન-201 અથવા તાપસ BH-201 એ લાંબા અંતરનું માનવરહિત હવાઈ વાહન છે, જે અગાઉ રૂસ્તુમ-II તરીકે ઓળખાતું હતું.
આ પણ વાંચોઃ Surat/ સુરતની ડાયમંડ હોસ્પિટલમાં એકસાથે 30 પ્રસુતિ થતા રેકોર્ડ સર્જાયો
આ પણ વાંચોઃ Nuh Violence/ નૂહ હિંસા અંગે પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી, અનેક ગામડાઓમાં દરોડા પાડીને આઠ શકમંદોની ધરપકડ કરી
આ પણ વાંચોઃ Rahul Gandhi/ રાહુલે પેંગોંગથી કેન્દ્ર સરકાર પર કર્યો પ્રહાર, કહ્યું- ચીને અમારી જમીન પર કબજો કર્યો, પીએમ ખોટું બોલી રહ્યા છે
આ પણ વાંચોઃ Ram Mandir New Photos/ સામેથી આવું દેખાશે રામ મંદિર, ટ્રસ્ટે જાહેર કરી ફ્રન્ટ લુકની તસવીર
આ પણ વાંચોઃ Akhilesh Yadav Statement/ ભાજપને હરાવવા માટે સપા બીએસપી સાથે ગઠબંધન કરશે કે નહીં? અખિલેશે કર્યું સ્પષ્ટ
