@દિવ્યેશ પરમાર
સુરત શહેર એટલે હીરા નગરી અને હીરા નગરીમા કામ કરતા એવા તમામ રત્નકલાકારો માટે સુરત ડાયમંડ એસોસિએશન ટ્રસ્ટ હોસ્પિટલ આજથી 10 વર્ષ પહેલાં શરૂ કરાઇ હતી. જેમાં રાહત દરે સારવાર આપવામાં આવે છે. આ હોસ્પિટલમાં બાળકીઓને બોન્ડ પણ વિતરણ કરવામાં આવે છે. અને પ્રસુતિ ચાર્જ પણ ખૂબ ઓછો હોવાથી સમગ્ર દક્ષિણ ગુજરાત અને દૂર-દૂરથી મહિલાઓ પ્રસુતિ કરવા ડાયમંડ હોસ્પિટલમાં આવે છે.
અત્યાર સુધી ડાયમંડ હોસ્પિટલ દ્વારા અનેક રેકોર્ડ હોસ્પિટલના નામે કરાય છે. જેમાં પથરી, ઓપરેશન સફળ સર્જરી સહિત અનેક રેકોર્ડ બનાવ્યા છે ત્યારે વધુ એક રેકોર્ડ હોસ્પિટલે પોતાના નામે કર્યો છે અને એક જ દિવસે 30 જેટલી પ્રસુતિ હોસ્પિટલમાં થઈ હતી. જેમાં એક જોડિયા બાળકો મળી એકજ દિવસે કુલ 31 તંદુરસ્ત બાળકો એ જન્મ લેતા હોસ્પિટલ ના 10 વર્ષ દરમ્યાનના ઇતિહાસમાં પ્રથમ વખત રેકોર્ડ સર્જાયો હતો. જન્મેલા 31 બાળકો મા 17 દીકરી અને 14 દીકરાનો સમાવેશ થાય છે.
સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને શાંતાબા વિડીયા અને ડાયમંડ હોસ્પિટલના નામે ઓળખાતી આ હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરીનો ચાર્જ માત્ર 1800 રૂપિયા છે અને દીકરીનો જન્મ થાય એટલે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. તેમજ સિઝેરિયન નો ચાર્જ 5000 રૂપિયા છે. આ હોસ્પિટલ દ્વારા બેટી બચાવો અભિયાન અંતર્ગત જો કોઈ પણ દંપતીને એક કરતાં વધુ દીકરીનો જન્મ થાય તો હોસ્પિટલ તરફથી 1 લાખ રૂપિયા નો બોન્ડ આપવામાં આવે છે. અત્યાર સુધી ડાયમંડ હોસ્પિટલ દ્વારા 2 હજાર દીકરીઓ ને કુલ 20 કરોડ ના બોન્ડ અર્પણ કર્યા છે. હોસ્પિટલ ના આ ઉમદા કાર્ય ને જોઈ દૂર દૂર થી લોકો હોસ્પિટલમાં આવે છે.
આ પણ વાંચો:પેઇન્ટિંગ એક્ઝિબિશન/સુરતમાં કેદીઓ દ્વારા તૈયાર કરેલી પેઇન્ટિંગ ખરીદવાનું આહવાહન હર્ષ સંઘવીએ કર્યું અને 2 કલાકમાં જ સુરતના ઉદ્યોગપતિએ ખરીદી લીધી 130 પેઇન્ટિંગ
આ પણ વાંચો:A blend of health, wellness and nature/ મિશન લાઇફ હેઠળ NIFT ગાંધીનગર તરફથી અદ્ભુત ઓફર
આ પણ વાંચો:World Photography Day/સુરતમાં 1839થી લઈ 2023 સુધીના કેમેરાનું પ્રદશન વર્લ્ડ ફોટોગ્રાફી ડે પર ખુલ્લું મુકાયું