પેઇન્ટિંગ એક્ઝિબિશન/ સુરતમાં કેદીઓ દ્વારા તૈયાર કરેલી પેઇન્ટિંગ ખરીદવાનું આહવાહન હર્ષ સંઘવીએ કર્યું અને 2 કલાકમાં જ સુરતના ઉદ્યોગપતિએ ખરીદી લીધી 130 પેઇન્ટિંગ

સુરતમાં યોજાયેલું આ પેન્ટિંગ એક્ઝિબિશન 19 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી ચાલશે અને આજે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા પેઇન્ટિંગ એક્ઝિબિશનને ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

Gujarat Surat
Untitled 172 સુરતમાં કેદીઓ દ્વારા તૈયાર કરેલી પેઇન્ટિંગ ખરીદવાનું આહવાહન હર્ષ સંઘવીએ કર્યું અને 2 કલાકમાં જ સુરતના ઉદ્યોગપતિએ ખરીદી લીધી 130 પેઇન્ટિંગ

સુરતના લાજપોર જેલના બંદીવાનો દ્વારા રચિત પેઇન્ટિંગનું એક્ઝિબિશન સુરતના અઠવાલાઇન સ્થિત વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી ખાતે યોજાયું છે. આ એક્ઝિબિશનમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા લોકોને કેદીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી પેઇન્ટિંગ ખરીદવા આહવાહન કરવામાં આવ્યું હતું.

Untitled 173 4 સુરતમાં કેદીઓ દ્વારા તૈયાર કરેલી પેઇન્ટિંગ ખરીદવાનું આહવાહન હર્ષ સંઘવીએ કર્યું અને 2 કલાકમાં જ સુરતના ઉદ્યોગપતિએ ખરીદી લીધી 130 પેઇન્ટિંગ

સુરતના જ એક ઉદ્યોગપતિ દ્વારા બે કલાકમાં જ તમામ પેઇન્ટિંગની ખરીદી કરવામાં આવી હતી. આ તમામ પેઇન્ટિંગની ખરીદી સુરતના કેપી એનર્જી ગ્રુપના ઉદ્યોગપતિ ફારૂક પટેલે કરી છે. ફારૂક પટેલે પેઇન્ટિંગ માટે 11.16 લાખ જેટલી રકમ ચૂકવી આપી હતી. આ ઉપરાંત તેમને એવું પણ જણાવ્યું હતું કે તેમને પેઇન્ટિંગ ખરીદી લીધી છે પરંતુ જો કોઈ વ્યક્તિ વધારે પૈસા આપીને ફરીથી આ પેન્ટિંગ ખરીદવા ઇચ્છતા હોય તો તેમને આ પેઇન્ટિંગ આપવામાં આવશે.

Untitled 173 સુરતમાં કેદીઓ દ્વારા તૈયાર કરેલી પેઇન્ટિંગ ખરીદવાનું આહવાહન હર્ષ સંઘવીએ કર્યું અને 2 કલાકમાં જ સુરતના ઉદ્યોગપતિએ ખરીદી લીધી 130 પેઇન્ટિંગ

સુરતમાં યોજાયેલું આ પેઇન્ટિંગ એક્ઝિબિશન 19 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી ચાલશે અને આજે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા પેઇન્ટિંગ એક્ઝિબિશનને ખુલ્લુ મુકવામાં આવ્યું છે. પેન્ટિંગ એક્ઝિબીશનના ઇનોગ્રેશન કાર્યક્રમમાં ગુજરાતના જેલ વિભાગના એડિશનલ ડીજીપી ડોકટર કે એલ રાવ, સુરત શહેર પોલીસ કમિશનર સહિતના પોલીસ અધિકારીઓ, શહેરના અગ્રણીઓ ઉપરાંત કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Untitled 173 1 સુરતમાં કેદીઓ દ્વારા તૈયાર કરેલી પેઇન્ટિંગ ખરીદવાનું આહવાહન હર્ષ સંઘવીએ કર્યું અને 2 કલાકમાં જ સુરતના ઉદ્યોગપતિએ ખરીદી લીધી 130 પેઇન્ટિંગ

આ એક્ઝિબિશનમાં લાજપોર જેલમાં રહેલા કેદી દ્વારા તૈયાર કરવામાં આવેલી પેઇન્ટિંગોને પ્રદર્શિત કરવામાં આવી હતી અને આ એક્ઝિબિશનમાં પેન્ટિંગના વેચાણ બાદ જે પણ ભંડોળ આવશે તેનો ઉપયોગ કેદીઓના પરિવાર માટે અને કેદી વેલ્ફેર ફંડમાં ઉપયોગમાં લેવામાં આવશે. તો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા કાર્યક્રમ ઉપસ્થિત શહેરના અગ્રણીઓને અપીલ કરાઈ હતી કે, જ્યારે તેઓ કોઇપણ પ્રસંગે એકબીજાને સ્મૃતિ ભેટ આપતા હોય છે ત્યારે આ વખતે કેદીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ પેન્ટિંગની ખરીદી કરીને લોકોને સ્મૃતિ ભેટમાં આપવી.

Untitled 173 2 સુરતમાં કેદીઓ દ્વારા તૈયાર કરેલી પેઇન્ટિંગ ખરીદવાનું આહવાહન હર્ષ સંઘવીએ કર્યું અને 2 કલાકમાં જ સુરતના ઉદ્યોગપતિએ ખરીદી લીધી 130 પેઇન્ટિંગ

સુરતના કેપી એનર્જી ગ્રુપના ઉદ્યોગપતિ ફારૂક પટેલે કેદીઓએ બનાવેલા તમામ પ્રિન્ટિંગો ખરીદી લઈ 11.16 લાખ જેટલી રકમ ચૂકવી આપી હતી. એટલું જ નહીં તેમણે પેઇન્ટિંગ ખરીદ્યા બાદ પણ ચાર દિવસ એક્ઝિબિશન શરૂ રાખ્યું હતું. લખાયેલી કિંમત કરતા વધુ કિંમત આપી કોઈ લઈ જતું હોય તો તેને તે પેઇન્ટિંગ આપી દઈ તે તમામ રકમ પણ જેલના કેદીઓ અને કેદી ફંડમાં આપવાની જાહેરાત કરી છે.

Untitled 173 3 સુરતમાં કેદીઓ દ્વારા તૈયાર કરેલી પેઇન્ટિંગ ખરીદવાનું આહવાહન હર્ષ સંઘવીએ કર્યું અને 2 કલાકમાં જ સુરતના ઉદ્યોગપતિએ ખરીદી લીધી 130 પેઇન્ટિંગ

આ પણ વાંચો:સી. આર. પાટિલની અધ્યક્ષતામાં મળી ભાજપની બેઠક, કરાઈ આ મહત્વની ચર્ચાઓ

આ પણ વાંચો:મુકુલ વાસનિક બન્યા ગુજરાત કોંગ્રેસના પ્રભારી

આ પણ વાંચો:સુરતમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ,પરિણીતાને સાસરિયા પર લગાવ્યા ગંભીર આક્ષેપો

આ પણ વાંચો:શ્રાવણ માસના પહેલા દિવસે સ્વયંભૂ પ્રગટેલા જડેશ્વર મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓનો જમાવડો