Not Set/ મીલ્ક કલેક્શન સેન્ટરમાંથી બે હજાર કરતા વધુ લીટર દૂધની ચોરી

છોટાઉદેપુર જિલ્લામા દૂધ ચોરીની બનેલી ઘટનામાં નાના કાંટવા દૂધ મંડળીમાંથી ગાયના દૂધની અસામાજિક તત્વો દ્વારા આચરાયેલી વિચિત્ર  ઘટના બનતા લોકો આશ્ચર્યમાં મૂકાયા છે. દૂધની ચોરીની ઘટના બનતા બરોડા ડેરીના ડિરેક્ટર રણજીત રાઠવા સ્થળ મુલાકાત લીધી હતી.

Gujarat Others
નાના કાંટવા

બોડેલી નજીકના નાના કાંટવા દૂધ ઉત્પાદક સહકારી મંડળી કલસ્ટર મીલ્ક કલેક્શન સેન્ટર ઉપર થી બે હજાર કરતા વધુ લીટર દૂધની ચોરીની પ્રથમ ઘટના બનતા લોકો આશ્ચર્યમાં મૂકાયા છે. છોટાઉદેપુર જિલ્લામા દૂધ ચોરીની બનેલી ઘટનામાં નાના કાંટવા દૂધ મંડળીમાંથી ગાયના દૂધની અસામાજિક તત્વો દ્વારા આચરાયેલી વિચિત્ર  ઘટના બનતા લોકો આશ્ચર્યમાં મૂકાયા છે. દૂધની ચોરીની ઘટના બનતા બરોડા ડેરીના ડિરેક્ટર રણજીત રાઠવા સ્થળ મુલાકાત લીધી હતી.

નાના કાંટવા

બોડેલી તાલુકાના નાના કાંટવા માં  ઘણા લાંબા સમયથી વડોદરા ડેરીની અધ્યક્ષતામાં ડેરી ચાલે છે. અને દરરોજની જેમ નાના કાંટવા દૂધ મંડળીના પ્રમુખ અને ટેસ્ટર દરરોજની જેમ દુધ મંડળી પર આવીને દૂધ મંડળીને ખોલીને પોતાના કામ અર્થે આવતાં હોય છે. પણ  ડેરી ખોલતા અને તપાસ કરતાં ડેરીમાં કોલ્ડ  સ્ટોરેજની અંદરથી ગાયનું દૂધ 2376 લીટર જેટલું દુધ મૂકેલું હતું તેની ચોરી થઈ હોવાનું માલુમ થતા વડોદરા ડેરીના ડિરેક્ટર અને બરોડા ડેરીના આસિસ્ટન્ટ મેનેજરને ટેલિફોનિક વાત કરીને જણાવ્યું હતું.

અંદાજે નાના કાંટવા દૂધ મંડળીમાંથી 2376 લીટર ની ચોરી થઈ હતી. તેની કિમત અંદાજિત 70 હજાર રૂપિયા જેટલું થાય છે. તેમ જણાવતા રણજીત રાઠવા અને ડેરીના કર્મચારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અને  પોલીસ મથકે  ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. જે ઘટના બની છે તે પોલીસ તપાસમાં બહાર આવે અને અસામાજિક તત્વો સામે કડક પગલા ભરવા બરોડા ડેરીના ડિરેક્ટરે રણજીત રાઠવાએ જણાવ્યુ હતું.

અજબ પ્રેમ કી ગજબ કહાની .! / મહિલાનું ચિમ્પાન્ઝી સાથે ‘અફેર’ હતું, ઝૂના લોકોએ લીધો આ નિર્ણય

Technology / સેમસંગ ગેલેક્સી A21 માં આગ લાગી, અકસ્માત સમયે ફોન વિમાનમાં હતો

New Rules! / હવે ઓનલાઈન ખરીદીમાં દરેક વખતે કાર્ડના 16 અંક દાખલ કરવા પડશે, RBI નવા નિયમો લાગુ કરશે