Rangoli Made Of Chandrayaan 3/ સુરતમાં ચંદ્રયાન 3 ને લઈ બનાવાઈ વિશાળ રંગોળી

ચંદ્રયાન 3 આજે લેન્ડ થવા જઈ રહ્યું છે તેવામા સુરત ની કૌશલ સ્કૂલ ખાતે 10 ×10 ની વિશાળ રંગોળી તૈયાર કરાઈ હતી..આ રંગોળી માં ચંદ્રયાન 3 તેમજ પૃથ્વી ચંદ્ર ની સપાટી અનવ સપાટી પર લહેરાતો તિરંગો બનાવાયો હતો..આ રંગોળી બનાવતા 11 કલાક જેટલો સમય લાગ્યો હતો..આ રંગોળી થકી શાળા ના વિદ્યાર્થીઓ ને ચંદ્રયાન 3 વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી..સાથે જ તેમાં કોણે કોણે પોતાનું યોગદાન આપ્યું છે તે વિશે પણ માર્ગદર્શન પાઠવવા માં આવ્યું હતું

Gujarat Surat
rangoli made of Chandrayaan 3

@દિવ્યેશ પરમાર 

આજે સમગ્ર દુનિયા નું ધ્યાન ભારત ના ચંદ્રયાન 3 મિશન પર છે. ચંદ્રયાન 3 આજે સફળતા પૂર્વક ચંદ્ર ની સપાટી પર લેન્ડ થઈ જાય તેને લઈ ને સમગ્ર દેશ પ્રાર્થના કરી રહ્યો છે. તેવામા સુરત ની કૌશલ વિદ્યાભવન દ્વારા 10 ×10 ની રંગોળી બનાવવા માં આવી હતી. રંગોળી બનાવતા 11 કલાક જેટલો સમય લાગ્યો હતો. ચંદ્રયાન 2 અમે ચંદ્રયાન 3 વિશે વિદ્યાર્થીઓ ને રંગોળી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ રંગોળી મા ચંદ્રયાન 3 મોડલ ચંદ્ર ની સપાટી પર લેન્ડ થતું હોય તે પ્રકાર ની પ્રતિકૃતિ બનાવવા માં આવી છે. સાથેજ ચંદ્ર ની સપાટી અને ચંદ્ર પરથી પૃથ્વી કેવી દેખાય છે તે પણ ચિત્ર માં દર્શાવવા માં આવ્યું છે. સાથેજ ચાંદ ની સપાટી પર તિરંગો લહેરાવવા માં આવ્યો છે. જે એ વાત નું પ્રતીક છે કે ભારત નું ચંદ્રયાન 3 સફળ રીતે લેન્ડ થઈ જશે.

સાથેજ લેન્ડ થયા પછી કઈ રીતે કામગીરી કરશે અને ત્યાંથી શુ શુ મળી શકે તેમ છે તે તમામ બાબતો થી વિદ્યાર્થીઓ ને અવગત કર્યા હતા. સાથેજ ચંદ્રયાન 3 મા કેટલી મહિલાઓ નું વિશેષ યોગદાન રહ્યું છે તેના વિશે પણ વિદ્યાર્થીનીઓ ને માહિતી પાઠવી નારી શક્તિ નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ત્યારે દેશભર ના લોકો ચંદ્રયાન 3 સફળ રીતે લેન્ડ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

આ પણ વાંચો:કેદી બન્યા ડાયમંડ/ગુજરાતના આરોપીઓ ચમકાવે છે જેલમાં હીરા, જાણો કેટલું કમાય છે દર મહીને  

આ પણ વાંચો:Robbers killed Ahmedabad Youth/અમદાવાદના કેતન શાહની મેક્સિકોમાં લૂંટારુઓએ ગોળી મારીને હત્યા કરી

આ પણ વાંચો:MP MLA Phone Calls/યોગી સરકારની તર્જ પર ગુજરાત સરકારનો પરિપત્ર, સરકારી અધિકારીઓએ ફરજિયાત કરવી પડશે વાત