Navratri 2022/ આધુનિક યુગમાં પ્રાચીન ગરબા, DJ અને ગાયક કલાકર વગરના અહીંયા થાય છે ગરબા

સમગ્ર ગુજરાતમાં નવરાત્રીના તહેવારની ઉજવણી ડીજે અને ઓરકેસ્ટ્રા પાર્ટીના તાલે થઇ રહી છે. પરંતુ  પાટણના સરસ્વતી તાલુકાના ધનાસરા ગામે શેરી ગરબા વર્ષોથી અનોખી રીતે ઉજવાય છે.

Gujarat Others Navratri 2022
Untitled 6 આધુનિક યુગમાં પ્રાચીન ગરબા, DJ અને ગાયક કલાકર વગરના અહીંયા થાય છે ગરબા
  • પાટણમાં વર્ષોથી થાય છે આ શેરી ગરબા
  • માત્ર પુરુષો જ રમે છે ગરબા ,મહિલાઓ હોય છે દર્શક
  • પગની આંટી વાળા ગરબા

સમગ્ર ગુજરાતમાં નવરાત્રીના તહેવારની ઉજવણી ચાલી રહી છે. ત્યારે લોકો ડીજે અને ગાયક કલાકારોના  તાલે ઝુમી રહ્યા છે.પરંતુ પાટણના સરસ્વતી તાલુકાના ધનાસરા ગામે શેરી ગરબા વર્ષોથી અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. અહી વસતા લોકો દ્વારા માત્ર મોઢેથી માતાજીના ગરબા ગવાય છે અને એ શબ્દોને ખેલૈયાઓ દ્વારા દોહરાવવામાં આવે છે. સંગીત અને માઈક વગર મોટી ઉંમરના લોકો પગની આંટી વાળા ગરબા રમે છે અને અનોખી રીતે પગની આંટીથી રમતા આ ગરબા જોઈ લોકો  આશ્ચ્રર્ય ચકિત થઈ જાય છે.

સમગ્ર ગુજરાતમાં નવરાત્રીના તહેવારની ઉજવણી ડીજે અને ઓરકેસ્ટ્રા પાર્ટીના તાલે થઇ રહી છે. પરંતુ  પાટણના સરસ્વતી તાલુકાના ધનાસરા ગામે શેરી ગરબા વર્ષોથી અનોખી રીતે ઉજવાય છે. પ્રાચીન ગામડાઓમાં તો આજે પણ અનોખી રીતે પગની આંટીથી દેશી ગરબા પર ખેલૈયાઓ થીરકી રહ્યા છે. આ ઉપરાંત આ ગરબાઓની ખાસિયત એ છે કે અહીં મહિલાઓ માત્ર દર્શક હોય છે જયારે ગરબા માત્ર પુરુષ જ ગાતા હોય છે.

પાટણના સરસ્વતી તાલુકાના ધનાસરા ગામે શેરી ગરબા વર્ષોથી અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. અહી વસતા લોકો દ્વારા માત્ર મોઢેથી માતાજીના ગરબા ગવાય છે અને એ શબ્દોને ખેલૈયાઓ દ્વારા દોહરાવવામાં આવે છે. સંગીત અને માઈક વગર મોટી ઉંમરના લોકો પગની આંટી વાળા ગરબા રમે છે અને અનોખી રીતે પગની આંટીથી રમતા આ ગરબા જોઈ તમે પણ આશ્ચ્રર્ય ચકિત થી જશો.

ગ્રામજનો આખો દિવસ ખેતરે કામ કરીને થાક્યા હોય તો પણ સાંજે માતાજીના ગરબા ગાવા માટે ચોક્કસ આવે છે પછી વૃદ્ધ હો કે યુવાન હોય દરેક આંટી ગરબા રામે છે ગામના શાંતિભાઈ જોશી એ જણાવ્યું હતું કે અમારે વર્ષોથી પરંપરા પ્રમાણે આ રીતે ગરબા રમાય છે.

આ પણ વાંચો: 3500 ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું વિમાન, જમીન પરથી મારી ગોળી અને પછી…

આ પણ વાંચો:20 વર્ષોમાં ગુજરાતે ઊભું કર્યું વિશ્વ સ્તરીય સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર

આ પણ વાંચો:ઈન્ડિગો ફ્લાઈટને બોમ્બથી ઉડવાની ધમકી, મુંબઈ એરપોર્ટ પર ઈમેલ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ