Not Set/ સિંહના મોતનો મામલો, બુધવારે હાઈકોર્ટમાં થઇ શકે છે નવી ગાઈડલાઈન જાહેર

અમદાવાદ, ગીરમાં  સિંહોના થયેલા મોતને લઈને હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ. જેમાં હાઈકોર્ટે સરકારને સવાલ કર્યા હતા. 31 સિંહોના આઈસોલેશન મામલે ઈન્ફેક્શન રોકવા સરકારે શું પગલાં લીધા છે. નિષ્ણાતોની સલાહ શું છે અને તેનું કેટલું પાલન થયું છે એવા સવાલ હાઈકોર્ટે કર્યા હતા. તો સરકાર તરફથી જવાબ રજૂ કરાયો કે સિંહોના મોત મામલે સરકાર ગંભીર છે….બધા […]

Top Stories Ahmedabad Gujarat
asiatic lions gir national park સિંહના મોતનો મામલો, બુધવારે હાઈકોર્ટમાં થઇ શકે છે નવી ગાઈડલાઈન જાહેર

અમદાવાદ,

ગીરમાં  સિંહોના થયેલા મોતને લઈને હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ. જેમાં હાઈકોર્ટે સરકારને સવાલ કર્યા હતા. 31 સિંહોના આઈસોલેશન મામલે ઈન્ફેક્શન રોકવા સરકારે શું પગલાં લીધા છે. નિષ્ણાતોની સલાહ શું છે અને તેનું કેટલું પાલન થયું છે એવા સવાલ હાઈકોર્ટે કર્યા હતા.

તો સરકાર તરફથી જવાબ રજૂ કરાયો કે સિંહોના મોત મામલે સરકાર ગંભીર છે….બધા સિંહોનું વેક્સિનેશન કરાવવું જરૂરી નથી… 500 સિંહોને આઈસોલેશન વોર્ડમાં ખસેડાયા છે અને એ સિંહો માટે બીજી રસી મગાવવામાં આવી છે. તો કોર્ટ મિત્ર તરફથી પણ આ મામલે કેટલાક સૂચનો કરાયા હતા.

આ ઘટનાને ગંભીરતાથી લઈ રાજ્ય સરકારે પણ પોતાનો જવાબ હાઈકોર્ટમાં દાખલ કર્યો હતો. જેમાં સરકારે જણાવ્યું કે, હાલમાં 31 સિંહોને અન્ય સિંહોથી અલગ રખાયા છે.

કુલ 500 જેટલી રસી સિંહોને અપાઈ છે. જ્યારે વધુ 500 રસી અમેરિકાથી મંગાવવામાં આવી છે.સરકારે બીજી બાજુ હાઇકોર્ટમાં જણાવ્યું છે કે, અમે સિંહોના મોત મામલે ગંભીર છીએ. 500 જેટલા સિંહોને રસી આપવામાં આવી છે.

સિંહોના મોતને અટકાવવા માટે ફેસિંગ પણ કરવામાં આવશે. આ સાથે ગીર વિસ્તારમાં નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા માટે પણ કાર્યવાહી કરવામાં આવી છે.

આ માટે વન વિભાગ અને વાઇલ્ડ લાઇફના જાણકાર લોકો કામ કરી રહ્યાં છે. સરકાર દ્વારા સિંહોના મોતને અટકાવવા માટે જરૂરી પગલા પણ લેવામાં આવશે.

જેમાં તમામ સિંહોનું રસીકરણ કરવું,જંગલોમાં ખુલ્લા કુવાઓને ઢાંકવા , ગેર કાયદે વીજ કનેક્શન લીધેલા હોય તે બંધ કરવા તેમજ માર્ગો પર કેમેરા અને સ્પીડ ગન મૂકવા માટેના સૂચન અપાયા છે…તો આ અંગે હાઈકોર્ટ ગાઈડ લાઈન પણ જાહેર કરી શકે છે.

સિંહોના ટપોટપ થઇ રહેલા મોતને કેવી રીતે રોકી શકાય તે માટે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને હુકમ કર્યો હતો કે ક્યાં ઉપાયો દ્વારા સિંહોના મોતની સંખ્યામાં ઘટાડો લાવી શકાય. અને આ માટે અરજદાર હેમાંગ શાહે  પોતાના તરફથી કેટલાક મુદ્દા પર અગત્યની સલાહ આપી હતી કે જે ખેતરમાં ખુલ્લા વાયર નાખી દેવામાં આવતા હોય છે, તેવા ખેતરોમાં આવી પ્રવુતિઓને થતી અટકાવી જોઈએ. તેમજ અમરેલી અને ધારી બાજુના વિસ્તારોમાં જેટલા પણ ખુલ્લા કુવા આવેલા છે તેવા તમામ કૂવાને યોગ્ય રીતે ઢાંકવું જોઈએ કે જેથી કરીને કોઈ સિંહ કે સિંહણ તેમાં પડતા રહે. આમ, અરજદારે સૂચવેલા સૂચનોને હાઇકોર્ટે સાંભળીને ૧૭મી ઓક્ટોબર એટલે બુધવારે પોતાનો અવલોકન જાહેર કરવાનું હુકમ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે વાઘને બચાવવા માટે ૧૫ લાખ રૂપિયાની વાર્ષિક ગ્રાન્ટ ફાળવેલી છે અને જયારે સિંહ માટે વાર્ષિક ગ્રાન્ટ ફક્ત ૯૫ હાજર જ છે. અને આ વાત હાઇકોર્ટે પણ પોતાના ધ્યાને લીધી છે અને આગામી બુધવારે આ મુદ્દે રાજ્ય સરકાર ને જવાબ રજૂ કરવા માટે ત્યારી સાથે આવવાનું હાઇકોર્ટે  જણાવ્યું છે.