- ભાવનગર સિહોરમાં રોલિંગ મિલમાં બ્લાસ્ટ
- એમ.ડી.રુદ્રા નામની સ્ટીલ ફેક્ટરમાં બ્લાસ્ટ
- બ્લાસ્ટમાં ચાર મજૂરને પહોંચી ગંભીર ઇજા
- એક મજૂરનું ઘટના સ્થળે તો બીજાનું સારવાર દરમિયાન મોત
Bhavnagar News: ભાવનગરની સિહોર જીઆઈડીસીમાં ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. એમડી રુદ્રા નામની ફેક્ટરીમાં મોડી રાત્રે બ્લાસ્ટની ઘટના બની હતી. બ્લાસ્ટના કારણે 2 શ્રમિકનું મોત નિપજ્યું છે. તો 4 શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઈજા પામેલા મજૂરો રાજુભાઈચૌહાણ, રાજ કિશોર, તુલસીરામ ચૌહાણ અને પરસોતમભાઈ ચૌહાણᅠ તમામ મજૂરોને સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલ લાવવામાં આવ્યા હોવાનુ જાણવા મળેલ છે.આ દુર્ઘટનામાં રતિરામ રામ દુલારેનું મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.વિસ્ફોટના કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
બ્લાસ્ટ થતા આગ લાગતા મજુરો દાઝયા હતા અને ફાયર બ્રિગેડે સ્થળ પર જઇ આગ કાબુમાં લીધી હતી. કલેકટર અને પોલીસ વડા સહિતના અધિકારીઓએ પણ ટીમ મોકલી હતી. આ ફેકટરીમાં લોખંડ ઓગાળતા સમયે ભઠ્ઠીમાં આગ લાગ્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવી રહ્યું છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:પતિ પત્ની વચ્ચેના ઝઘડા ઉકેલવામાં વ્યસ્ત ગુજરાતની હેલ્પલાઈન, મોબાઈલ ફોન બની રહ્યું છે કારણ
આ પણ વાંચો:જામનગરમાં ૩૧ ડિસેમ્બરની પહેલા ઝડપાયો ઇંગ્લીશ દારૂનો જંગી જથ્થો
આ પણ વાંચો:સુરતમાં રોંગ સાઈડ આવતા વાહન ચાલકો માટે અનોખી મુહિમ