ગુજરાત/ સુરતમાં રોંગ સાઈડ આવતા વાહન ચાલકો માટે અનોખી મુહિમ

સુરત શહેરમાં રોંગ સાઈડ માં વાહન ચલાવતા લોકો માટે સુરતની એક યુવા ટીમ દ્વારા ઝુંબેશ ઉઠાવવામાં આવી છે જે

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 2023 12 24T114628.488 સુરતમાં રોંગ સાઈડ આવતા વાહન ચાલકો માટે અનોખી મુહિમ

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરત શહેરમાં રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકો માટે સુરતની એક યુવા ટીમ દ્વારા ઝુંબેશ ઉઠાવવામાં આવી છે જેમાં બેનરો અને પ્લે કાર્ડ હાથમાં રાખે રોંગ સાઈડ જતાં વાહનચાલકોને નમ્રતા થી સમજાવી પાછા વાળવામાં આવી રહ્યા છે.

સુરત શહેરને બ્રિજ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. શહેરમાં 100 પણ વધારે ઓવરબ્રિજો આવેલા છે. આ ઓવરબ્રિજ પર થી વાહન ચાલક વાહન લઇ અને નીચે ઉતરી જલ્દી પહોંચી જવા માટે સર્કલ નહીં ફરી રોંગ સાઈડમાં જતા હોય છે.જેનાથી રોડની સામેથી આવતા વાહન ચાલકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાય છે અનેક વખત આવી ઘટનાઓને લઈ અકસ્માત પણ સર્જાઈ ચૂક્યા છે.

YouTube Thumbnail 2023 12 24T114906.460 સુરતમાં રોંગ સાઈડ આવતા વાહન ચાલકો માટે અનોખી મુહિમ

આ બધી ઘટનાઓને ડામવા માટે તેમજ લોકોને સમજાવવા માટે સોશિયલ મીડિયાની એક ટીમ દરરોજ વહેલી સવારે અલગ અલગ જગ્યાએ આવેલા ઓવરબ્રિજ ઉતરતો હોય તે જગ્યાએ ઊભા રહે છે.હાથમાં ગુલાબનું ફૂલ તેમજ પોસ્ટરો રાખી રોંગ સાઈડમાં વાહન લઈને આવતા ચાલકોને સમજાવે છે નમ્રતાથી વાહન ચાલકોને વાળવા માટે સમજવવામાં આવે છે..ખાસ અકસ્માત રોકવા માટે થઈ આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.જેમાં આઠ જેટલા લોકોએ શરૂ કરેલી આ ઝુંબેશમાં ધીરે ધીરે લોકો સ્વૈચ્છિક જોડાઈ રહ્યા છે.

મહત્વનું છે કે શહેર ભરમાં આ પ્રકારે રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકોથી અનેક વાહન ચાલકોને અકસ્માત નડી ચૂક્યા છે.આ પ્રકારની ઘટના ન બને તે માટે વહેલી સવારથી જ યુવાનોની એક ટીમ પ્લે કાર્ડ, બેનર અને ગુલાબના ફૂલ લઈ લોકોને સમજાવવા નીકળી પડે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં આપઘાતના બનાવ રોકવા માટે પાલિકાનું આગવું કદમ

આ પણ વાંચો:સરકાર મહેરબાન, સળંગ 11મી વખત એક્સ્ટેન્શન મળ્યું કયા અધિકારીને?

આ પણ વાંચો:સુરતના ગીતા જયંતી દિવસે બન્યો વર્લ્ડ રેકોર્ડ

આ પણ વાંચો:દીપડો પહોંચ્યો ગાંધીનગર, લોકોમાં ભયનો માહોલ