- ગાંધીનગરઃ દહેગામ કડજોદરા ગામેમાં દીપડાની દહેશત
- અનેક ગામોમાં દિપડા દેખાવાને લઈ લોકોમાં ભય
- દિપડો દેખાતા વન વિભાગની ટીમ થઈ દોડતી
- દિપડાએ બે વ્યક્તિઓ પર કર્યો હુમલો
- સ્થાનિકો અને વન વિભાગ દ્વારા દીપડાને પકડી પડાયો
Gandhinagar News: ગાંધીનગર જિલ્લામાં ફરી એકવાર દીપડો દેખાતા લોકોમાં દહેશતનો માહોલ ફેલાયો છે. દેહગામના દેગામના કડજોદરા ગામે દિપડો ગામજનો માટે આફત બની ગયો છે. અહીં દીપડાએ 6 લોકો પર હુમલો કરતા ઇજાગ્રસ્ત થયા છે. છેલ્લા કેટલાક દિવસથી અહીં દીપડાના આટાફેરા વધી ગયા હતા.
ગ્રામજનોએ વન વિભાગને આ મુદ્દે જાણ કરી છે. વન વિભાગની ટીમે પણ દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરી છે. આ માટે પાંજરા મૂકવામાં આવ્યા છે. હુમલો કરી દિપડો એરંડાના ખેતરોમાં છુપાયો હોવાની માહિતી ગ્રામજનો આપી હતી.
ગાંધીનગરમાં અગાઉ સચિવાલય અને તે પહેલા ઇન્દ્રોડા પાર્કમાં દીપડો દેખાયો હોવાની ઘટના બનેલી છે. જો કે અત્યાર સુધી દીપડાએ કોઇને ઇજા પહોંચાડી હોય તેવી ઘટના બની નથી.પહેલી વાર ગાંધીનગરના દહેગામમાં દીપડાના હુમલાની ઘટના બની છે. કડજોદરા ગામમાં દીપડાએ લોકો પર હુમલો કર્યો છે.
આ પણ વાંચો:ન્યૂડ કોલથી ડરશો નહીં … પોલીસ સ્ટેશન સુધી પહોંચો, ત્યાંના મદદ મળેતો મને કોલ કરો: ગૃહ રાજ્યમંત્રી
આ પણ વાંચો:અધિકારીઓના વાહનની જાસૂસી કાંડ અંગે 18 ઈસમો વિરુદ્ધ નામજોગ પોલીસ ફરિયાદ
આ પણ વાંચો:ગુજરાતમાં SGST વિભાગનો સપાટો, 67 પેઢીઓ પર ચકાસણીની કાર્યવાહી હાથ ધરી
આ પણ વાંચો:અમદાવાદમાં પતિએ બંધક બનાવેલી મહિલાને અભયમ ટીમે બચાવી