દુર્ઘટના/ પોરબંદરના અરબી સમુદ્રમાં સર્જાઇ દુર્ઘટના, 16 ક્રૂ મેમ્બરો સાથે બોટ પલટી

ખરાબ હવામાન ના કારણે આ દુર્ઘટના બની હોવાની માહિતી સામે આવી છે. આ બોટમાં 16 ક્રૂ મેમ્બર સવાર હતા તેવી માહિતી છે.

Gujarat Others
દુર્ઘટના
  • પોરબંદરના અરબી સમુદ્રમાં બની દુર્ઘટના
  • ખરાબ મોસમના કારણે બની દુર્ઘટના
  • અરબી સમુદ્રમાં સરક્રિક નજીક બોટ પલટી
  • 16 ક્રૂ મેમ્બરો સાથે બોટ પલટી
  • પાકિસ્તાની અલ-સીદીકિ નામની બોટ પલટી
  • 16માંથી 8 ક્રૂ મેમ્બરનું કરાયું રેસક્યુ

પોરબંદરના અરબી સમુદ્રમાં ખરાબ મોસમના કારણે દુર્ઘટના સર્જાઇ છે. અરબી સમુદ્રમાં સરક્રિક નજીક પાકિસ્તાનની બોટ પલટી મારી ગઇ છે. ખરાબ હવામાન ના કારણે આ દુર્ઘટના બની હોવાની માહિતી સામે આવી છે. આ બોટમાં 16 ક્રૂ મેમ્બર સવાર હતા તેવી માહિતી છે. જેમાંથી 8 ક્રૂ મેમ્બરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો :યુવક-યુવતી રાધનપુરથી અંબાજી જતી બસમાં બેઠા, સ્ટોપ આવતા કંડક્ટરે જગાડ્યા તો ઉઠ્યા જ નહિ…

પોરબંદર નજીક અરબી સમુદ્રમાં મોટી દુર્ઘટના બની છે. સમુદ્રમાં ખરાબ હવામાન હોવાના કારણે પાકિસ્તાનની 16 ક્રૂ મેમ્બર સાથેની બોટ પલટી ગઇ છે. આ પાકિસ્તાની બોટનું નામ અલ-સીદીકિ હોવાનું સામે આવ્યુ છે. જો કે ભારતીય નેવીને આ બાબતની જાણ થતા જ તેમણે રેસ્ક્યૂ ઓપરેશન શરુ કર્યુ હતુ અને તાત્કાલિક સ્થળ પરથી બોટમાં સવાર 8 ક્રૂ મેમ્બર્સને બચાવી લીધા છે. જો કે બાકીના 8 ક્રૂ મેમ્બર્સ વિશે હજુ કોઇ જાણકારી નથી. હજુ 8 ક્રૂ મેમ્બર સમુદ્રમાં બોટ સાથે લાપતા છે.

અરબી સમુદ્રમાં ખરાબ હવામાનના પગલે ઊંચા મોજા ઊછળી રહ્યા હતા અને ભારે પવન ફુંકાવાના પગલે આ દુર્ઘટના બની હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો :લગ્ન પ્રસંગે આવેલા યુવાન તીક્ષણ હથિયાર વડે હુમલો કરી ઉતાર્યો મોતને ઘાટ

આ પણ વાંચો :વિશ્વ પ્રસિદ્ધ ગુરુ આશ્રમ બગદાણા ખાતે સંત શ્રી બજરંગદાસ બાપાની પુણ્યતિથિની સાદગી પૂર્વક ઉજવણી કરાઈ

આ પણ વાંચો :રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 23,150  કેસ નોંધાયા, જયારે 15 ના મોત થયા

આ પણ વાંચો : જામનગરમાં ઘેટા ચરાવતા વૃદ્ધ પર અજાણ્યા શખ્સોએ હુમલો કરી ઉતાર્યા મોતને ઘાટ