મોરબી/ પેપરમિલ ઉધોગ અને પેકેજીંગ ઉધોગ પર ઘેરાતું ગ્રહણ, કેવી રીતે આવશે ઉપર

ગુજરાતમાં 125 પેપરમીલ છે.  જેમાં 50 જેટલી પેપરમિલ મોરબીમાં આવી છે.  ત્યારે આ કોરોનાકાળ અને લોકડાઉને લઈને પેપરમિલોનો ઉદ્યોગ

Gujarat Others Trending
ક૨ 20 પેપરમિલ ઉધોગ અને પેકેજીંગ ઉધોગ પર ઘેરાતું ગ્રહણ, કેવી રીતે આવશે ઉપર

સિરામિક હબ ગણાતું મોરબી હવે પેપરમિલનું હબ પણ બની ગયું છે.  સમગ્ર ગુજરાતમાં 125 પેપરમીલ છે.  જેમાં 50 જેટલી પેપરમિલ મોરબીમાં આવી છે.  ત્યારે આ કોરોનાકાળ અને લોકડાઉને લઈને પેપરમિલોનો ઉદ્યોગ બંધ પડવાના આરે છે.

લોકડાઉનની અસર પેપર ઉધ્યોગમાં પણ જોવા મળી છે. રાજ્યમાં વડોદરા, રાજકોટ, હિંમતનગર, મહેસાણા અને સુરેન્દ્રનગર મળી કુલ 125 પેપરમિલો આવેલી છે. જે પૈકી એકલા મોરબીમાં જ 50 જેટલી પેપરમિલો આવેલી છે ત્યારે કોરોના લોકડાઉન બાદ પેપરમીલ ઉદ્યોગને પણ મુશ્કેલી પડી રહી છે.  ત્યારે આ ઉદ્યોગને બચાવવા માટે રાજ્યના પેપરમિલ માલિકોની મહત્વપૂર્ણ બેઠક મોરબી હતી. જેમાં કાચા માલની અછત ઉપરાંત રો-મટિરિયલના ભાવમાં 50 ટકા જેટલો ઉછાળો આવતા ઉત્પાદનમાં 20 ટકા કાપ મુકવા નક્કી કરાયું હતું.

ક૨ 21 પેપરમિલ ઉધોગ અને પેકેજીંગ ઉધોગ પર ઘેરાતું ગ્રહણ, કેવી રીતે આવશે ઉપર

સમયગાળામાં પેપરમિલો દ્વારા 20 ટકા ઉત્પાદન ઘટાડવાની સાથે-સાથે સ્થાનિક રો-મટિરિયલના ભાવમાં 10 ટકા ઘટાડો કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.  જેથી પૂંઠા -પસ્તીના ભાવ ઘટી જશે અને પેપરમિલોને આંશિક રાહત થશે.

પેપરમિલ ઉધોગ અને પેકેજીંગ ઉધોગ મુશ્કેલીમાં છે. ત્યારે બંને ઉધોગને કઈ રીતે બચાવવા તે બાબતની ચર્ચા કરી ભવિષ્યમાં બજારને કઈ રીતે કંટ્રોલ કરવું તે અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી. આવનાર દિવસોમાં ઉધોગને બચાવવા માટે કમરકસીસુ તેવો નિર્ણય કરવામાં આવ્યો. ત્યારે આ બેઠકમાં મોરબી પેપરમીલ એસોસીએશનના હોદેદારો ઉપરાંત રાજ્યભરના પેપરમિલ ઉત્પાદકો હાજર રહ્યા હતા.

હુંકાર / મમતાએ કહ્યું- હું પણ ચંડી પાઠ કરું છું, ચૂંટણી પછી જોઇશ કે જીભમાં કેટલું જોર છે

કોરોના / રાજ્યમાં ફરી એકવાર બેકાબુ બનતો કોરોના, આજે નોધાયા 581 નવા કેસ