Not Set/ #Budget Effect/ ખાનગીકરણ સામે LIC કર્મચારીનો વિરોધ, ઉગ્ર આંદોલનની ચિમકી

#Budget 2020માં નાણાંમંત્રી દ્વારા ભારતીય જીવન વીમા નિગમ (LIC)માં સરકારનો હિસ્સો(આંશીક) વેચવાના નિર્ણયનો કર્મચારીઓએ કડક વિરોધ કર્યો છે. સરકારનાં આ પ્રસ્તાવનાં વિરોધમાં LICના કર્મચારીઓ દ્વારા આજે રાષ્ટ્રવ્યાપી હડતાળનું આયોજન કરવામાં આવ્યું. આ હડતાળ એક કલાકની જ હતી. ત્યારબાદ કર્મચારીઓ વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. મહત્વપૂર્ણ છે કે નાણાંપ્રધાને બજેટ રજૂ કરતાં દરમિયાન જાહેરાત કરી હતી કે […]

Top Stories Gujarat Others
lic #Budget Effect/ ખાનગીકરણ સામે LIC કર્મચારીનો વિરોધ, ઉગ્ર આંદોલનની ચિમકી

#Budget 2020માં નાણાંમંત્રી દ્વારા ભારતીય જીવન વીમા નિગમ (LIC)માં સરકારનો હિસ્સો(આંશીક) વેચવાના નિર્ણયનો કર્મચારીઓએ કડક વિરોધ કર્યો છે. સરકારનાં આ પ્રસ્તાવનાં વિરોધમાં LICના કર્મચારીઓ દ્વારા આજે રાષ્ટ્રવ્યાપી હડતાળનું આયોજન કરવામાં આવ્યું. આ હડતાળ એક કલાકની જ હતી. ત્યારબાદ કર્મચારીઓ વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.

મહત્વપૂર્ણ છે કે નાણાંપ્રધાને બજેટ રજૂ કરતાં દરમિયાન જાહેરાત કરી હતી કે સરકાર LICમાં પોતાની ભાગીદારી વેચવાની છે. તેના માટે સરકાર IPO લઈને આવી રહી છે. LIC દેશની સૌથી મોટી વીમા કંપની છે. અને ભારત સરકાર હસ્તગતની આ કંપની ભારતની સૌથી સદ્ધર કંપનીઓમાંની નંબર વન છે. ભારતીય વિમા બજારમાં LIC 70 ટકા જેટલો હિસ્સો હાલ ધરાવે છે અને તેનું પહેલુ કારણ પણ સરકારી કંપની હોવાનું માનવામાં આવે છે. LICનો દેશના જીવન વીમા બજાર પર આંશિક હિસ્સો વેચવાની કવાયતને લઇને કર્મચારીઓ આજે દેખાવો કરી રહ્યા છે.

LICનાં કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન હાલ તો સરકારનાં આંશિક હિસ્સો વેચવાનાં નિર્ણયનો વિરોધ કરતા એક કલાકની જ હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આગામી દિવસોમાં ઉગ્ર કાર્યક્રમની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આપને જણાવી દઇએ કે LICનાં ખાનગીકરણનો ગુજરાત સહિત દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.