Not Set/ ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના: પૌડી પાસે બસ પડી ખીણમાં, 45 લોકોના મૃત્યુ

ઉત્તરાખંડ, નૈનીડાંડા બ્લોકમાં પીપળી-ભોંન મોટર માર્ગ પર યાત્રિકોની એક બસ બેકાબુ થઈને ખીણમાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં 45 લોકોના મૃત્યુ થયા છે. અને 8 લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્ત લોકોને હોસ્પીટલમાં ભર્તી કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોને રેસ્ક્યુ કરવા માટે દહેરાદુનથી હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું હતું. એસડીઆરએફના આઈજી સંજય ગુંજ્યલે જણાવ્યું કે ઘાયલોને દહેરાદુન લાવવામાં આવ્યા […]

Top Stories India
699669 uttarakhand accident ani ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના: પૌડી પાસે બસ પડી ખીણમાં, 45 લોકોના મૃત્યુ

ઉત્તરાખંડ,

નૈનીડાંડા બ્લોકમાં પીપળી-ભોંન મોટર માર્ગ પર યાત્રિકોની એક બસ બેકાબુ થઈને ખીણમાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં 45 લોકોના મૃત્યુ થયા છે. અને 8 લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્ત લોકોને હોસ્પીટલમાં ભર્તી કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોને રેસ્ક્યુ કરવા માટે દહેરાદુનથી હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું હતું. એસડીઆરએફના આઈજી સંજય ગુંજ્યલે જણાવ્યું કે ઘાયલોને દહેરાદુન લાવવામાં આવ્યા છે. બધા મૃતકો સ્થાનિક હોવાનું જાણવા મળ્યું છે.

જાણકારી મુજબ, દુર્ઘટના આજે સવારે 8:45 વાગ્યા આસપાસ બની હતી. યાત્રિકોથી ખચાખચ ભરેલી એક પ્રાઈવેટ બસ ભોંનથી રામનગર જઈ રહી હતી. નૈનીડાંડા બ્લોકમાં પીપળી-ભોંન મોટર માર્ગ પર ગ્વીન પુલ પાસે બસ બેકાબુ થઇ ગઈ હતી અને ખીણમાં પડી ગઈ હતી.

દુર્ઘટનામાં 45 લોકો સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા. પોલીસ અને પ્રશાસનની ટીમે ઈજાગ્રસ્તોને ઘુમાંકોટ હોસ્પીટલમાં ભર્તી કરાવ્યા હતા. અને મૃતદેહોને ગ્રામીણોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.

uk bus ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના: પૌડી પાસે બસ પડી ખીણમાં, 45 લોકોના મૃત્યુ

કહેવામાં આવી રહ્યું છે કે બસ 28 સીટર હતી. અને એમાં વધારે પડતા યાત્રિકો સવાર હતા. સડક પરથી બસ લગભગ 60 મીટર નીચે સિંગુડી ગદેરે(વરસાદી નાળું)માં પડી ગઈ હતી. જીલ્લા પ્રશાસન દ્વારા દુર્ઘટનામાં 45 લોકોના મૃત્યુ થયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.