Sabarakantha News/ સાબરકાંઠામાં સોશિયલ મીડિયા થકી ચાઇનીઝ દોરીનું વેચાણ

સાબરકાંઠામાં સોશિયલ મીડિયા થકી ચાઇનીઝ દોરીનું વેચાણ થાય છે. આમ સોશિયલ મીડિયાનો ઉપયોગ પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ માટે થવા લાગ્યો છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 01 13T162150.044 સાબરકાંઠામાં સોશિયલ મીડિયા થકી ચાઇનીઝ દોરીનું વેચાણ

સાબરકાંઠાઃ સાબરકાંઠામાં સોશિયલ મીડિયા થકી ચાઇનીઝ દોરીનું વેચાણ થાય છે. આમ સોશિયલ મીડિયાનો ઉપયોગ પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ માટે થવા લાગ્યો છે. ગુજરાતમાં ઉત્તરાયણ આવતા માનવી અને પશુઓ માટે ઘાતક એવા ચાઇનીઝ માંજા સામે પોલીસે વ્યાપક ઝુંબેશ શરૂ કરી છે ત્યારે કેટલાય વિસ્તારોમાં ચાઇનીઝ માંજાના વેપારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

તેમણે હવે ચાઇનીઝ માંજાનું વેચાણ કરવા માટે જાહેર સ્થળો ત્યજીને સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. આશ્ચર્યની વાત તો એ છે કે ગુજરાતમાં હવે ચાઇનીઝ માંજાનો પ્રતિબંધ દારૂ પરના પ્રતિબંધ જેવો નીવડી રહ્યો છે. પ્રતિબંધ હોવા છતાં પણ લોકો ચાઇનીઝ દોરી ખરીદી રહ્યા છે.

ચાઇનીઝ દોરીના કારોબાર પર તંત્રની બાજ નજર હોવા છતાં પણ ચાઇનીઝ દોરીના વેપારીઓ તંત્રને ચાતરી જવામાં સફળ રહ્યા છે તેમ કહી શકાય. ચાઇનીઝ દોરી અબોલ પક્ષીઓ સહિત માનવજાત માટે જોખમી છે. જીવદયા પ્રેમીઓના અને તંત્રના અથાક પ્રયાસો છતાં પણ લોકોમાં મરી પરવારેલી સંવેદનશીલતા તથા કોઈપણ ભોગે વધુને વધુ પતંગ કાપવાના ઝનૂનનો ભોગ માણસોની સાથે અબોલ પશુઓ પણ આ ઉત્તરાયણે બનવાના છે તે નિશ્ચિત છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ