Not Set/ નાફેડનું કારનામુ : 17 કરોડની 62 હજાર બોરી તુવેર ગોડાઉનોમાં જ સડી ગઈ

નાફેડ દ્વારા બે વર્ષ દરમિયાન ખરીદાયેલી 17 કરોડની 62 હજાર બોરી તુવેર, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના ગોડાઉનોમાં સડી ગઇ છે. બે વર્ષમાં ખેડૂતો પાસેથી ખરીદાયેલી તુવેરો આજ પર્યંત એક પણ ગુણી વેચાઇ ન હતી. 5500 રૃપિયાના ભાવે ખરીદાયેલી તુવેર હવે 3300 રૃપિયાના ભાવે બે વર્ષ પછી વેચવામાં આવી રહી છે. છેલ્લા બે દિવસથી ઇન્દોરના કોઇક […]

Top Stories Gujarat
tuver 3 નાફેડનું કારનામુ : 17 કરોડની 62 હજાર બોરી તુવેર ગોડાઉનોમાં જ સડી ગઈ

નાફેડ દ્વારા બે વર્ષ દરમિયાન ખરીદાયેલી 17 કરોડની 62 હજાર બોરી તુવેર, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના ગોડાઉનોમાં સડી ગઇ છે. બે વર્ષમાં ખેડૂતો પાસેથી ખરીદાયેલી તુવેરો આજ પર્યંત એક પણ ગુણી વેચાઇ ન હતી. 5500 રૃપિયાના ભાવે ખરીદાયેલી તુવેર હવે 3300 રૃપિયાના ભાવે બે વર્ષ પછી વેચવામાં આવી રહી છે. છેલ્લા બે દિવસથી ઇન્દોરના કોઇક વેપારીએ કેટલોક સારો જથ્થો પસંદ કરી લોડ કરવો શરુ કર્યો છે. જોકે, બે વર્ષ દરમિયાન તુવેર પડી-પડી જ સડી જતાં વેપારીઓ તેની ખરીદી કરતા નથી, તેમ જાણવા મળે છે.

tuver 2 e1538314772713 નાફેડનું કારનામુ : 17 કરોડની 62 હજાર બોરી તુવેર ગોડાઉનોમાં જ સડી ગઈ

2016 અને 2017ના વર્ષ દરમિયાન છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના નાફેડનાં ખરીદ કેન્દ્રો મારફતે ખેડૂતો પાસેથી 5500 રૃપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદાયેલી તુવેર બોડેલી બજાર સમિતિમાં આવેલ માર્કેટના 8 ગોડાઉન, વેર હાઉસ કોર્પોરેશનના 4 ગોડાઉન તથા વાઘોડિયાના 3 ગોડાઉનોમાં સંગ્રહ કરવામાં આવી હતી. તુવેરનો લાંબો સંગ્રહ શક્ય નથી. તુવેરને બહુ તો ચારેક મહિના સુધી સારી રહી શકે છે ત્યાર પછી તેમાં ડંખ પડવા માંડે છે, સડવા માંડે છે. જ્યારે કે નાફેડ દ્વારા ખરીદાયેલી તુવેર બે વર્ષ પહેલાંની અહીં સંગ્રહાયેલી છે.

tuver 1 e1538314871279 નાફેડનું કારનામુ : 17 કરોડની 62 હજાર બોરી તુવેર ગોડાઉનોમાં જ સડી ગઈ

તુવેર ઉત્પાદકોને પોષણક્ષમ ભાવ મળે તે માટે નાફેડ ખેડૂતો પાસેથી બજારભાવ કરતાં ઊંચા ભાવે ખરીદતી હોય છે. ત્યારપછી આ તુવેરનો સંગ્રહ કરી મોટા વેપારીઓને ઓનલાઇન બીડ ભર્યે વેચાણ કરી નાફેડ નફો-તોટો મેળવે છે. બે વર્ષ સુધી સતત તુવેરની ખરીદી ચાલતી જ રહી હતી. 2016-17માં ખરીદાયેલી તુવેરમાંથી કંઇ વેચાણ થયું નહતું. ત્યાર પછી 2017-18ના વર્ષમાં પણ તુવેરની ખરીદી કરાઈ હતી અને તેનો પણ સમાંતર સ્ટોક જમા કરાતો રહ્યો હતો. તુવેરનો સંગ્રહ વધુ સમય શક્ય ન હોવા છતાં અધધ… 17 કરોડ રૃપિયાની તુવેર 15 ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવી હતી. તુવેરની ગુણીઓ વચ્ચે કેમિકલની ગોળીઓ મૂકી તેના દ્વારા તુવેરમાં ડંખ, સડવાથી બચાવવાના પ્રયાસો થતા હોય છે. ચારેક મહિના સુધી જે સારી રહી શકતી હોય તે દવાઓથી કદાચ આઠ મહિના સારી રહી શકે, પરંતુ આ તુવેરતો બે વર્ષથી એમને એમ ગોડાઉનોમાં પડી રહી હતી. તેમાં નુકસાન ન થાય તેવું કેવી રીતે માની લેવામાં આવે? તે સમજુ લોકો સવાલ કરી રહ્યા છે.