Not Set/ આદમખોરનો આંતક/ બાળકોનાં ભણતરને પણ ભરખી રહ્યો છે “દીપડો”

હાથમાં થાળીઓ સાથે લાઇન લગાવીને ભોજન માટે ઉભેલા બાળકો થર..થર..કાંપી રહયા છે. શાળાના બારી બારણાં સતત બંધ રાખવામાં આવે છે. બાળકો અંદર દીપડાના ખૌફે ભણે છે. લુંઘીયાની પ્રાથમિક શાળાના મેદાનમાં જેમ ટોળે વળીને બાળકો બેઠા હોય છે. તેમ આજે શાળાની બહાર બાંકડા પર વડીલો ટોળે વળીને બેસી રહયા છે. આ દ્રશ્યો જ છે ખૌફનું બીજુ […]

Gujarat Others
dipado1.jpg2 આદમખોરનો આંતક/ બાળકોનાં ભણતરને પણ ભરખી રહ્યો છે "દીપડો"

હાથમાં થાળીઓ સાથે લાઇન લગાવીને ભોજન માટે ઉભેલા બાળકો થર..થર..કાંપી રહયા છે. શાળાના બારી બારણાં સતત બંધ રાખવામાં આવે છે. બાળકો અંદર દીપડાના ખૌફે ભણે છે. લુંઘીયાની પ્રાથમિક શાળાના મેદાનમાં જેમ ટોળે વળીને બાળકો બેઠા હોય છે. તેમ આજે શાળાની બહાર બાંકડા પર વડીલો ટોળે વળીને બેસી રહયા છે. આ દ્રશ્યો જ છે ખૌફનું બીજુ નામ…..

છેલ્લા 6 મહિનાથી અમરેલી તાલુકાના ચાંપાથળ, બગસરાના મુજીયાસર તેમજ લૂંધિયા, ધારી તાલુકાના મોણવેલ તેમજ જુનાગઢ જિલ્લાના વિસાવદરમાં ખાસ કરીને બગસરા વિસ્તારમાં આદમખોર માનવભક્ષી દીપડાએ આતંક મચાવી 14 જેવા ખેત મજુરોને ફાડી ખાધા છે. સૌરાષ્ટ્રમાં આશરે 2 હજારથી દીપડાઓ છે જે અવાર-નવાર માણસો ઉપર હુમલા કરી માણસોને મોતને ઘાટ ઉતારે છે. બગસરા પંથકમાં છેલ્લા ઘણાં જ સમયથી માનવભક્ષી દીપડાએ હાહાકાર મચાવ્યો છે. દીપડાના ભારે ભય વચ્ચે બાળકોનું શિક્ષણકાર્ય પણ ખોરવાઇ રહયુ છે.

છેલ્લા બોતેર કલાકથી લોકોમાંથી ખૌફ તો દુર પણ વનવિભાગના ધમપછાડા દીપડાને પછાડી શકયા નથી. ગામની શાળાની પાછળ જ એક નાળું પસાર થાય છે. જયાં એક વિધાર્થીએ દીપડો જોયો હોવાની વાતથી સમગ્ર શાળાના 222 વિધાર્થીઓ બંધબારણે શિક્ષણના પાઠ લઇ રહયા છે. સમગ્ર પંથકની શાળાઓમાં બંધબારણે આ જ પ્રમાણે શિક્ષણકાર્ય ચાલી રહયુ છે. દીપડાના ડરથી વાલીઓ પોતાના ભૂલકાઓને એકલા શાળાએ પણ જવા દેતા નથી.

માનવભક્ષી દીપડો. નામ સાંભળતા જ જેવી ફફડાટી આવી જાય છે તેવો જ ફફડાટ અમરેલીના બગસરા પંથકમાં ફેલોયો છે. લોકો ભયમાં દિવસ અને રાત બંને વિતાવી રહયા છે. ખેતરોની રખવાળી વનવિભાગે સંભાળી છે. બે દિવસ નિકળી ગયા છે. આજે ત્રીજો દિવસ પણ આ જ ફફડાટ વચ્ચે પુરો થયો. પણ ન દિપડો મળ્યો છે ન તેની ભાળ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.