Not Set/ જુહાપુરામાં ગેરકાયદેસર બાંધકામો ઉપર તવાઈ, ફતેહ વાડીમાં ૧૧ દુકાનો તોડી પડાઇ

  આજે જુહાપુરા ફતેહ વાડીમાં ૧૧ દુકાનો તોડી પડાઇ હતી. ૦૧ ગોડાઉન , ૧૧ મકાનો પણ તોડી પાડવામાં આવ્યા હતા. એક જ  અઠવાડિયામાં જુહાપુરામાં ૩૬ ગેરકાયદે દુકાનો તોડી પાડવામાં આવી   અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટી નીકળ્યો છે. અસમાજિક તત્વો દ્વારા હથિયાર, રૂપિયા તેમજ તાકાતના બળે સરકારી અને બિન સરકારી જગ્યાને પચાવી પાડીને ત્યાં પોતાની […]

Ahmedabad Gujarat
IMG 20210609 202556 જુહાપુરામાં ગેરકાયદેસર બાંધકામો ઉપર તવાઈ, ફતેહ વાડીમાં ૧૧ દુકાનો તોડી પડાઇ

 

  • આજે જુહાપુરા ફતેહ વાડીમાં ૧૧ દુકાનો તોડી પડાઇ હતી.
  • ૦૧ ગોડાઉન , ૧૧ મકાનો પણ તોડી પાડવામાં આવ્યા હતા.
  • એક જ  અઠવાડિયામાં જુહાપુરામાં ૩૬ ગેરકાયદે દુકાનો તોડી પાડવામાં આવી

 

અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટી નીકળ્યો છે. અસમાજિક તત્વો દ્વારા હથિયાર, રૂપિયા તેમજ તાકાતના બળે સરકારી અને બિન સરકારી જગ્યાને પચાવી પાડીને ત્યાં પોતાની મનમરજીથી બાંધકામો ઉભા કરી રહ્યા છે.

તાજેતરની જો વાત કરીએ તો જુહાપુરામાં છેલ્લા એક જ અઠવાડિયાની અંદર બે મોટા ગેંગસ્ટરની કમર પોલીસ અને કૉર્પોરેશનએ ભેગા મળીને તોડી નાખી છે.

ગેંગસ્ટર નઝીર વોરા અને સુલતાન ખાનનો ખાસ સાગરીત મનાતો બકુ ખાન સૈયદની દુકાનોને તોડી પાડીને તેમને કાયદાનો ભાન કરાવ્યો છે.

બકુ ખાનની ૭ દુકાનો અને તેના બે મકાનો તેમજ ગેંગસ્ટર નઝીર વોરાની ૧૮ દુકાનો ઉપર સરકારી બુલ્ડોજાર ચાલતા સમગ્ર જુહાપુરામાં તેની ભારે ચર્ચાઓ ચાલી રહી છે.

 

નવાઈની વાત એ છે કે આ ચર્ચા હજી લોકોના મોઢે જ છે ને ત્યાં કૉર્પોરેશનએ સરખેજ પોલીસની મદદ મેળવીને આજે ફરી જુહાપુરામાં ગેરકાયદેસર બાંધકામો ઉપર ત્રાટકી હતી.

 

જુહાપુરામાં ફતેહ વાડીમાં ટી. પી.સ્કીમ 85 રોડ પર આવેલા ગુલશન મહેર સ્કૂલ સામેના ગેરકાયદેસર બાંધકામો તેમજ જુહાપુરાની અંદરજ આવેલા સફાન પાર્કમાં પણ ઉભા કરાયેલા ગેરકાયદેસર બાંધકામો ઉપર કોર્પોરેશનના હથોડા ઝીંકાયા હતા.

 

સરખેજ પોલીસની મદદથી કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ તેમજ અનેક કર્મચારીઓની હાજરીમાં ૧૧ દુકાનો, ૦૧ ગોડાઉન, ૧૧ મકાન , ૨ શેડ અને ૫ કેબીનને તોડી પાડવામાં આવ્યા હતા.

 

ઉલ્લેખનીય છે કે, જુહાપુરા અને સરખેજમાં જેમ કોર્પોરેશન અને સ્થાનિક પોલીસે ગેરકાયદે બાંધકામ ઉપર તવાઈ બોલાઈ છે ત્યારથી ગેરકાયદે બાંધકામ કરતા બિલ્ડરો તેમજ અસામાજીક તત્વોની અંદર ભારે ફફડાટ ફેલાઇ ગયું છે. એટલુજ નહિ લોકો પણ હવે જુહાપુરામાં મકાન કે દુકાન ખરીદતા હવે દસ વાર નહિ ૧૦૦ વાર વિચારી રહ્યા છે કારણકે જે લોકોએ ગેરકાયદેસર બાંધકામોમાં તપાસ કરાવ્યા વિના રોકાણ કર્યું હતું તેમને જ અત્યારે સોથી વધારે ફટકો પડ્યો છે. જ્યારે ગેરકાયદેસર બાંધકામો કરનારને આટલું નુકશાન થયું નથી. માટે હવે ખરીદનાર ની ઉપર જવાબદારી વધી ગઈ છે કે તે મિલકતની ખરીદી કરતા પહેલા ૧૦૦ વાર નહિ ૫૦૦ વાર તપાસ કરાવીને ખરીદી કરે.